દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. ટ્રેન્ડમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી છે. જોકે ભાજપ જોરદાર ટક્કર આપતો જોવા મળી રહ્યો દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ચૂંટણીમાં AAPને બહુમતી મળી રહી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 250 બેઠકોમાંથી AAP 60 સીટો પર આગળ છે અને 75 પર જીત મેળવી છે. જ્યારે ભાજપે 55 સીટો જીતી છે અને 548પર આગળ છે.જ્યારે કોંગ્રેસને 4 સીટો જીતી છે. 6 પર આગળ છે.
4 ડિસેમ્બરે MCDની 250 બેઠકો પર મતદાન થયું હતું. અહી મહત્વનું છે કે, અરવિંદ કેજરીવાલે ભાજપને લઈ કરેલી લેખિત ભવિષ્યવાણી ખોટી પડી છે. અગાઉ કેજરીવાલે અનેક ચેનલોમાં કહ્યું હતું કે, દિલ્હી મ્યુનિશિપલ કોર્પોરેશનમાં ભાજપને 20થી ઓછી બેઠકો મળશે. પણ હવે સ્થિતિ એ બની છે કે, હાલમાં મતગણતરી દરમ્યાન BJPએ હાલ 100થી વધુનો આંકડો પાર કર્યો છે. દિલ્હી મ્યુનિશિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 250 વોર્ડમાં કુલ 1349 ઉમેદવારો મેદાનમાં છે. દિલ્હી MCD પર છેલ્લા 15 વર્ષથી ભાજપનો કબજો છે. પરંતુ આ વખતે એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતી જોવા મળી રહી છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં અમે MCDને લાખો કરોડ રૂપિયા આપ્યા છે, પરંતુ તેમ છતાં તેઓ સામાન્ય જનતાને કચરો ઉપાડવાનું કહે છે. ભાજપના લોકો તેમની શેરીઓમાંથી કચરો ઉપાડીને તેમને આત્મનિર્ભર બનાવી રહ્યા છે. દિલ્હીની MCD ચૂંટણીમાં ભાજપને 250માંથી માત્ર 20 બેઠકો જ મળશે. આ ચૂંટણીમાં AAPને 230થી વધુ સીટો મળશે.