શહેરના અકવાડા ખાતે આવેલ રાંદલ માતાજીના મંદિર માતૃધામ ખાતે પાંચ દિવસીય ૫૧ કુંડી મહાવિષ્ણુયાગનું આયોજન કરવામાં આવેલ છે જેમાં દરરોજ ધાર્મિક કાર્યક્રમો અને યજ્ઞ સાથે ઉજવણી થઇ રહી છે.
આ મહાવિષ્ણુયાગની આવતીકાલ તા.૮ને ગુરૂવારે પૂર્ણાહુતિ સાથે શ્રીફળ હોમવામાં આવશે. સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લાના તમામ બ્રાહ્મણ ભાઇઓ-બહેનો માટે બ્રહ્મચોર્યાસીનું પણ આવતીકાલે આયોજન કરવામાં આવેલ છે. મહાવિષ્ણુયાગ દરમિયાન દરરોજ સંતો-મહંતો સહિત દર્શનનો લાભ લઇ રહ્યા છે.