ભારતમાં જે રીતે અનેક વિસ્તારોમાં ગરમી વધી રહી છે અને શિયાળાના આગમન છતા પણ હજુ હિમાચલ સહિતના વિસ્તારોમાં પુરતી હિમવર્ષા પણ નોંધાઈ નથી તેમાં હવે વિશ્વબેંકે એક નવી ચેતવણી આપતા કહ્યું કે ભારતમાં હિટવેવ એ કક્ષાએ વધી જશે કે માનવ માટે તેનું અસ્તિત્વ ટકાવી રાખવું પણ મુશ્કેલ બની જશે અને આ સમય બહુ ઝડપથી આવી રહ્યો હોવાનું વિશ્વબેંકના રિપોર્ટમાં જણાવાયું છે.
છેલ્લા કેટલાક દસકાઓથી ભારતમાં તાપમાન ઉંચુ જઈ રહ્યું છે અને તેના કારણે આડકતરી રીતે દર વર્ષે હજારો લોકો મૃત્યુ પામે છે જેના ખરા કારણની વાસ્તવિકતા બહાર આવતી નથી પરંતુ વર્લ્ડબેંકના રિપોર્ટ કલાઈમેન્ટ ઈન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનીટી ઈન ઈન્ડીયા કુલીંગ સેકટરના જણાવ્યા મુજબ ભારતમાં ઉંચુ તાપમાન એ વહેલુ શરુ થાય છે અને લાંબો સમય સુધી જે સ્થિતિ બની રહે છે.
એપ્રિલ 2022માં ભારતમાં પતજળની મોસમ વહેલી શરુ થઈ હતી અને ભયાનક ગરમીના કારણે અનેક વિસ્તારોમાં જનજીવનને અસર થઈ હતી. ખાસ કરીને દિલ્હીમાં તાપમાન માર્ચ મહિનામાં જ 46 ડીગ્રી સેલ્સીયસ સુધી પહોંચી ગયું હતું. ઈન્ડીયન કલાઈમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ પાર્ટનરશીપ મીટમાં રજુ થયેલા રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં ઉષ્ણતામાન ઉંચુ જવાને કારણે માનવ જીવન ટકાવી રાખવાની જે શકયતાઓ છે તેને અસર પડશે. ઓગષ્ટ 2021માં પણ આ પ્રકારે એક રિપોર્ટ આપવામાં આવ્યો હતો.