જોધપુરના શેરગઢમાં લગ્ન સમારોહ દરમિયાન એક મોટી દુર્ઘટના સામે આવી છે. વિગતો મુજબ ગેસ સિલિન્ડર ફાટવાથી 60 લોકો દાઝી ગયા હપવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે. જોકે ઘટના બાદ ગ્રામજનોએ મહામહેનતે આગને કાબુમાં લીધી અને બાદમાં આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં વરરાજાના માતા-પિતા અને બહેન પણ ફસાઈ ગયા હતા. જેમાંથી બહેનની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. જોકે આ દુર્ઘટનામાં બે વ્યક્તિના મોત થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
રાજસ્થાનના જોધપુરના શેરગઢ વિધાનસભા ક્ષેત્રના ભૂંગરા ગામમાં એક લગ્ન સમારોહના આયોજન કરાયું હતું. આ દરમ્યાન મીઠાઈની પાસે ગેસ સિલિન્ડર ફાટતા દર્દનાક ઘટના બની હતી. ગેસ સિલિન્ડર ફાટવાને કારણે ઘરમાં હાજર 60 મહિલાઓ, પુરૂષો અને બાળકો દાઝી ગયા હતા. અચાનક સિલિન્ડર વિસ્ફોટના કારણે લગ્ન પ્રસંગમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આ તરફ ગંભીર રીતે દાઝી ગયેલા લોકોએ ચીસો પાડીને પોતાને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો. આ દરમ્યાન કેટલાક ગ્રામજનોએ દરમિયાનગીરી કરીને આગને કાબુમાં લીધી હતી. આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.






