ગુજરાતના ભાજપના ભવ્ય વિજયને વધાવવા તેમજ નવા મંત્રી મંડળની શપથવિધિમાં હાજર રહેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર આવે તે સમયે તેમનું ભવ્ય સ્વાગત કરવા માટે તૈયારી થઇ ગઇ છે અને શ્રી મોદી અમદાવાદમાં એક જંગી વિજય આભાર સભાને સંબોધન કરશે. ભાજપના ટોચના સુત્રોના જણાવ્યા મુજબ, મોદી તા. 11ના સાંજે જ અમદાવાદ આવી પહોંચશે અને તા. 11ના એરપોર્ટથી સભા સ્થળ સુધી ભવ્ય સ્વાગત અને રોડ-શો અને બાદમાં જંગી જાહેરસભાનું આયોજન કરાશે અને તે માટે સમગ્ર અમદાવાદના શણગારાશે તેમજ રાજ્યભરમાં ભાજપ દ્વારા રવિવારે સાંજે વિજય આભાર સભાનું પણ આયોજન કરાઈ રહ્યું છે જેમાં વડાપ્રધાનના સંબોધનનું લાઈવ પ્રસારણ થશે.