Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોરોના વોરીયર્સના વીમા અંતર્ગત 2302 દાવામાં 50-50 લાખ રૂપિયા ચૂકવણી કરાઈ: કેન્દ્ર

2302 દાવાઓ, તેમાં 465 દાવા ડોક્ટરોના પરિવારો દ્વારા કરાયા હતા.

aaspassdaily by aaspassdaily
2022-12-14 11:30:30
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેન્દ્ર સરકારે સંસદને જણાવ્યું કે, કોરોના સામે લડનારા આરોગ્ય કર્મચારીઓ માટે વીમા યોજના અંતર્ગત 50-50 લાખ રૂપિયાના 2302 દાવા મંજૂર કરાયા છે અને તેમાંથી 465 દાવા ડોક્ટરોના પરિવારોથી સંબંધિત છે. કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યસભાને માહિતી આપતા જણાવ્યું હતું કે, બિહારમાં ડોક્ટરોના પરિવારોને 53, ઉત્તર પ્રદેશમાં 64, મહારાષ્ટ્રમાં 43, કર્ણાટકમાં 38, તમિળનાડુ અને આંધ્ર પ્રદેશમાં 37-37 દાવાઓની ચૂકવણી કરવામાં આવી છે.
પવારે કહ્યું કે, ભારત સરકાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તરફથી મળેલી જાણકારીના આધાર પર કોવિડના કુલ મામલાઓ અને તેનાથી થયેલા મોતોનો આંકડાનો રેકોર્ડ પોતાની પાસે રાખે છે. ઉલ્લેખનીય છે કે, કોવિડ-19 સામે લડનારા આરોગ્ય કર્મચારીઓ માટે વીમા યોજના- વડાપ્રધાન ગરીબ કલ્યાણ પેકેજને 30 માર્ચ, 2020થી લાગુ કરવામાં આવ્યું હતું, જેથી કોવિડ-19ના દર્દીઓ સાથે સીધા સંપર્ક આવતા તેમજ દેખરેખમાં સામેલ સામૂહિક આરોગ્ય કર્મચારીઓ સહિત લગભગ 22.12 લાખ હેલ્થ વર્કર્સને 50 લાખ રૂપિયાનું વ્યાપક જીવન વીમા સુરક્ષા કવચ આપી શકાય.
ભારત સહિત વિશ્વભરમાં કોરોનાએ ભારે કહેર વરસાવ્યો હતો અને હજુ પણ તે સંપૂર્ણપણે નાબૂદ થયો નથી. તેની પહેલી અને બીજી લહેરમાં તો વિશ્વભરમાં કુલ મોતોનો આંકડો કરોડોમાં પહોંચી ગયો હતો. કોરોના વાયરસ ક્યાંથી ફેલાયો તે અંગે હજુ પણ કોઈ સ્પષ્ટ જવાબ મળી શક્યો નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે, ચીનના વુહાનની લેબોરેટરીમાંથી આ વાયરસ ફેલાયો છે. જોકે, ચીન સતત આ આરોપોને નકારી રહ્યું છે. હાલ તો વિશ્વમાં કોરોનાનો કહેર લગભગ થંભી ગયો છે, પરંતુ ચીનમાં હજુ સ્થિતિ કાબુમાં આવી નથી. ત્યાં ઘણા પ્રાંતોમાં હજુ પણ લોકડાઉન લાગુ છે. સતત લોકડાઉનથી કંટાળેલી ચીનની પ્રજા હવે વિરોધ પર પણ ઉતરી આવી છે. જોકે, ચીન પોતાની ઝીરો કોવિડની નીતિમાં જરાપણ ઢીલ મૂકવા તૈયાર નથી. કોરોનાએ વિશ્વની મોટી-મોટી અર્થવ્યવસ્થાઓને હચમચાવી નાખી છે. કોરોના પછી લોકોની જીવન શૈલીમાં પણ ઘણો ફરક આવી ગયો છે. કોરોનાની અસરમાંથી હજુ પણ વિશ્વની અર્થવ્યવસ્થા બહાર આવી નથી અને હજુ ક્યાં સુધી તેની અસર રહેશે તે પણ કોઈ કહી શકે તેમ નથી.

Tags: corona wariyars insuranceindiaMin.Bharati pawar in parliyament
Previous Post

સુડો મોનાર્ક બેક્ટેરિયાના કારણે 17 ઓપરેશનમાંથી 12 દર્દીઓને ઈન્ફેક્શન થયા

Next Post

ગુજરાતમાં ભાવનગર જીલ્લામાં સૌથી વધુ ગેરકાયદે ધાર્મિક દબાણ: મહાનગરોમાં રાજકોટ

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
ગુજરાતમાં ભાવનગર જીલ્લામાં સૌથી વધુ ગેરકાયદે ધાર્મિક દબાણ: મહાનગરોમાં રાજકોટ

ગુજરાતમાં ભાવનગર જીલ્લામાં સૌથી વધુ ગેરકાયદે ધાર્મિક દબાણ: મહાનગરોમાં રાજકોટ

બિહારમાં ઝેરી દારૂના કારણે 10ના મોત, અનેકની હાલત ગંભીર

બિહારમાં ઝેરી દારૂના કારણે 10ના મોત, અનેકની હાલત ગંભીર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.