Monday, August 18, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: આજે માનવ ઉત્સવ

1 મહિના સુધી રોજ 1 લાખ જેટલા મુલાકાતીઓ આવશે તેવો અંદાજ

aaspassdaily by aaspassdaily
2022-12-15 10:45:03
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પૂજ્ય શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો 14 ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ થઈ ગયો છે. આ મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે SP રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે શાસ્ત્રોક્તવિધિથી પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.ઉદઘાટન વેળાએ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ભારતીય સંસ્કૃતિની ઝાંખી અને વિવિધ રાજ્યોના નૃત્યો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.


અમદાવાદના ઓગણજ-સાયન્સ સિટી વચ્ચે રિંગ રોડ પાસે આજથી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ રહી છે. જેની માટે 600 એકરમાં ફેલાયેલું સ્વામિનારાયણ નગર તૈયાર કરવામાં આવ્યું છે. ગઇકાલે PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે અને આ પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં ભાગ લેશે. અમિત શાહના હસ્તે આજે માનવ ઉત્સવનો પ્રારંભ થશે. 1 મહિના સુધી નગરમાં માનવ ઉત્સવ ચાલશે.
1 મહિના સુધી ચાલનારા આ મહોત્સવમાં રોજ 1 લાખ જેટલા મુલાકાતીઓ આવશે તેવો અંદાજ છે. તદુપરાંત શનિ-રવિએ તો આ સંખ્યા કદાચ 2થી 3 લાખે પહોંચી શકે છે. આટલા મોટા આયોજનમાં પાર્કિંગથી લઈને મુલાકાતીઓનું સંચાલન કરવા માટેનું જોરદાર આયોજન કરવામાં આવ્યું છે.
1 મહિના સુધી ચાલનારા આ શતાબ્દી મહોત્સવમાં 15 જાન્યુઆરી સુધીમાં અનેક મહાનુભવો આની મુલાકાત લેશે. આજથી સામાન્ય જનતા માટે 600 એકરમાં બનેલા નગરના દ્વાર ખુલી જશે. બપોરના 2 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી આ નગર ખુલ્લું રહેશે. આ પ્રમુખસ્વામી નગરમાં રોજબરોજ અલગ-અલગ કાર્યક્રમો યોજાશે.

ભારતીય સંસ્કૃતિની રંગારંગ ઝાંખી
શતાબ્દી મહોત્સવ નગરીમાં સહેલાઈ થી પ્રવેશ માટે કુલ 7 પ્રવેશદ્વાર બનાવાયાં છે. આમાંથી મુખ્ય પ્રવેશદ્વાર- સંતદ્વાર તરીકે સૌથી વધુ કલાત્મક રીતે તૈયાર કરવામાં આવ્યું છે. સંતદ્વાર 380 ફૂટ પહોળો તેમજ અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભી રહ્યો છે. તદુપરાંત આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપી રહી છે. મહોત્સવ સ્થળના કેન્દ્રમાં 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી પીઠિકા પર સ્થાપવામાં આવેલી પ્રમુખસ્વામી મહારાજની સ્વર્ણિમ મૂર્તિ 30 ફૂટ ઊંચી છે. આ મૂર્તિની ચારેતરફના વર્તુળમાં અહર્નિશ સેવામય પ્રમુખસ્વામી મહારાજના અદભુત પ્રેરક પ્રસંગો છે. દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામની હૂબહૂ પ્રતિકૃતિ રૂપે રચવામાં આવેલા 67 ફૂટ ઊંચા મહામંદિરમાં કુલ પાંચ વિશાળકાય ઘુંમટો નીચે સનાતન ધર્મનાં દિવ્ય દેવસ્વરૂપો દર્શન આપે છે. આજથી શરૂ થનાર આસ્થાનો મહાઉત્સવ આગામી એક મહિના સુધી ચાલનાર છે. જેમાં કરોડો શ્રદ્ધાળુઓ સામેલ થઈને ધન્યતા અનુભવશે.

સંતદ્વાર આકર્ષણનું કેન્દ્ર
દેશ-વિદેશના હરિભક્તો અને મહેમાનનું સ્વાગત કરવામાં આવશે, એવું આયોજન કરવામાં આવ્યું છે. સંતદ્વાર 380 ફૂટ પહોળો તેમજ અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભી રહ્યો છે. તદુપરાંત આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપી રહી છે. શ્રીમદ્ આદિ શંકરાચાર્ય, શ્રીમદ્ વલ્લભાચાર્ય, શ્રીમદ્ રામાનુજાચાર્ય, તુલસીદાસજી, નરસિંહ મહેતા, મીરાંબાઈ તેમજ ભગવાન બુદ્ધ અને શ્રી મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની આ 28 પ્રતિકૃતિ સૌને પવિત્ર પ્રેરણાઓ આપશે.

ભોજનથી લઈને ભજન સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ
અહીં ભોજનથી લઈને ભજન સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. અહીં જુદા-જુદા સ્થળે 30 પ્રેમવતી ઉભી કરવામાં આવી છે. પ્રેમવતીમાં સસ્તા દરે નાસ્તા સહિતની વસ્તુઓ મળશે. જેનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે. ખાણી પીણીમાં પરોઠા-શાક, સ્વામિનારાયણ ખીચડી, પાંઉભાજી, દાબેલી, સમોસા, સેન્ડવિચ, પોપકોર્ન, આઈસક્રીમ, અલગ અલગ જાતના કોલ્ડડ્રિંક્સ ફક્ત 20 રૂપિયામાં મળશે. નમકીનના પેકેટ માત્ર 10 રૂપિયામાં ઉપલબ્ધ થશે. મહારાજ નગરના પ્રત્યેક વિભાગની સ્વચ્છતા માટે વિવિધ પ્રકારની સ્વચ્છતા-મશીનરીઓ સાથે અઢી હજાર સ્વયંસેવકો સજ્જ છે. મહોત્વ સ્થળે 125થી વધુ વોશરૂમના પાકા બ્લોક્સ બનાવાયા છે.

Tags: AhmedabadPramukh Swami shatabdi mahotsav prarambh
Previous Post

લોખંડ બજાર સ્વામીનારાયણ મંદિરનો ઉજવાશે સુવર્ણ જયંતિ મહોત્સવ

Next Post

વિદેશમંત્રી જયશંકરે પાકિસ્તાનની ઝાટકણી કાઢી

aaspassdaily

aaspassdaily

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
વિદેશમંત્રી જયશંકરે પાકિસ્તાનની ઝાટકણી કાઢી

વિદેશમંત્રી જયશંકરે પાકિસ્તાનની ઝાટકણી કાઢી

ચીન સરહદ નજીક વાયુસેનાનું શક્તિ પ્રદર્શન

ચીન સરહદ નજીક વાયુસેનાનું શક્તિ પ્રદર્શન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.