ગુજરાતમાં ગોધરા કાંડ દરમિયાન સામુુહિક દુષ્કર્મોનો ભોગ બનેલી બિલકિસ બાનોના 11 દોષીઓને છોડી મુકવા સામે બિલકીસ બાનોએ 11 દોષીઓને ફરી જેલમાં પુરવામાં આવે તેવી બિલકિસ બાનોની અરજી પર સુનાવણી કરવાની ઝડપથી ખંડપીઠ બનાવવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયમુર્તિ પીએસ નરસિન્હાની એક પીઠે બિલકીસ બાનો તરફથી રજુ થયેલ વકીલ શોભા ગુપ્તાને જણાવ્યું હતું કે, આ મામલાની સુનાવણી મામલે એક વધુ પીઠની રચનાની જરૂર છે. તેમણે કહયું હતું કે, અરજીનો યાદીમાં સમાવેશ કરાશે. પરંતુ મહેરબાની કરીને એકને એક વાતનો વારંવાર ઉલ્લેખ ન કરો ખુબ જ પરેશાની થાય છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના જજ બેલા એમ. ત્રિવેદીએ ગઇકાલે બિલકીસ બાનો દ્વારા દાખલ અરજી પર સુનાવણીથી ખુદને અલગ કરી દીધા હતા. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને હવે બિલકીસ બાનો કેસના સુનાવણી મામલે નવી પીઠની રચના કરવી પડશે. જેમાં ન્યાયમૂર્તિ બેલા એમ. ત્રિવેદી નહીં હોય.