ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહેતા બે સગા ભાઈઓ ઉપર ચાર શખ્સે નજીવી બાબતે હુમલો કરતા ઇજાગ્રસ્તને સારવાર અર્થે સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના સુભાષનગર, રજપૂતવાડામાં રહેતા જયરાજભાઈ ઉર્ફે જયેશભાઇ વલજીભાઈ ગોહિલ ( ઉ.વ.૪૩ ) અને તેના ભાઈ અનિલભાઈ ગોહિલ ગત રાત્રીના સમયે આધેવાડામાં આવેલ ઉત્સવ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગે ભાડે આપેલા વાસણો લેવા માટે તેમની લોડિંગ રીક્ષા લઈને ગયા હતા.
બન્ને ભાઈઓ વાસણ ગણીને રીક્ષામાં ગોઠવતા હતા તે દરમિયાન દિનેશ નામનો શખ્સ ડીશ લેવા માટે આવતા અનિલભાઈએ તેને વાસણ ગણાઈ ગયા હોય,બાજુમાંથી ડીશ લેવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલ દિનેશ ગાળો આપતો હોય જયરાજભાઈ ત્યાં દોડી જતા દિનેશ,રસોયાનો દીકરો મહેશ,કાળુ અને એક અજાણ્યા શખ્સે તાવેથો, રસોઈ કરવાની દોરી વડે હુમલો કરતા જયરાજભાઈને ઇજા થતાં સારવાર અર્થે તેમને સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે જયરાજભાઈએ ચાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ભરતનગર પોલીસે તપાસ હાથ ધરી છે.