અત્યાર સુધી એક સામાન્ય ધારણા એવી હતી કે જો એક સાથે ત્રણથી વધુ બાળકોનો જન્મ થાય તો તેમના બચવાની શક્યતા ઘટી જાય છે. આ ધારણા હવે તૂટી ગઈ છે કારણ કે એક જ માતાના ગર્ભમાંથી એક સાથે જન્મેલા નવ બાળકો હવે સતત 19 મહિનાની સારવાર બાદ ઘરે પરત ફર્યા છે.
માલીમાં હલીમા સિસે નામની મહિલાએ 25 વર્ષની ઉંમરે નવ બાળકોને જન્મ આપ્યો હતો. હલિમાને મે 2021 માં મોરોક્કો મોકલવામાં આવી હતી, જ્યારે અલ્ટ્રાસાઉન્ડમાં ખુલાસો થયો હતો કે તેના પેટમાં સાતથી વધુ બાળકો છે જેમને પહોંચાડવામાં મુશ્કેલી પડી શકે છે. કાસાબ્લાન્કામાં બાળકોને દવાખાનામાં સારવાર હેઠળ રખાયા હતા, જેને કારણે બધા બાળકો અને તેમની માતા સંપૂર્ણ સ્વસ્થ છે. મોરક્કોની એક હોસ્પિટલમાં બાળકોની સારવાર કરવામાં આવી હતી.
માલીની રાજધાની બામાકો પરત ફર્યા બાદ બાળકોના પિતા અબ્દેલ કાદર અર્બીએ સરકારનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે સરકાર પરિવારને આર્થિક મદદ કરી રહી છે. તેમણે કહ્યું છે કે અલ્લાહે તેમને આશીર્વાદ આપ્યા છે. આ તેમની સંભાળમાં મદદ કરશે. માલીના આરોગ્ય પ્રધાન દિમીનાટો સંગારાએ જણાવ્યું હતું કે સરકાર પરિવારને ટેકો આપવાનું ચાલુ રાખશે. 9 બાળકોમાંથી 5 છોકરીઓ અને 4 છોકરાઓ છે. તમામનો જન્મ સિઝેરિયન ઓપરેશન દ્વારા થયો હતો. જન્મ સમયે બાળકોનું વજન 500 ગ્રામથી 1 કિલોની વચ્ચે હતું.





