આસામ ના ગોલપારા જિલ્લામાં રાજ્ય ધોરીમાર્ગ-12 પર જંગલી હાથીઓના મોટા ટોળાએ ગુરુવારે તાંડવ મચાવ્યો હતો. હાઈવે પર હાથીઓના હુમલામાં દોઢ વર્ષના બાળક સહિત 3 લોકોના મોત થયા હતા અને અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે લખીપુર વિસ્તારમાં છોટો સિગરી ખાતે હાથીઓ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. ઈ-રિક્ષા અને કારમાં સવાર એક પરિવાર હાથીઓની અડફેટે આવી ગયો, જેમાં 3 લોકોના મોત થયા છે. અધિકારીએ જણાવ્યું કે,હાથીઓ બે ટોળામાં વિસ્તારમાં ફરી રહ્યા છે.