પ્રધાનમંત્રી ગતિશકિત યોજના હેઠળ થઈ રહેલા રોડ નેટવર્કનો લાભ સૌરાષ્ટ્ર્રના ઘણા જિલ્લાઓને મળશે જેમાં ભાવનગર, વેરાવળ, ગડુ, પોરબંદર, દ્રારકા, ખંભાળિયા, કચ્છ, સોમનાથ, ઉના, જૂનાગઢ, જામનગર, મોરબી વગેરેનો સમાવેશ થાય છે. નીતિન ગડકરીએ જણાવ્યુ હતું કે, પીએમ ગતિ શકિત યોજનાએ મલ્ટી મોડલ કનેકિટવિટી માટેનો રાષ્ટ્ર્રીય માસ્ટર પ્લાન છે તે ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ પ્લાનિંગ અને અમલીકરણને સંકલન કરવાનો પ્રયાસ છે. આ યોજના હેઠળ ભારત સરકારનો હેતુ લોજિસ્ટિકલ ખર્ચ ઘટાડવાનો છે. સૌરાષ્ટ્ર્રમાં ભાવનગર, વેરાવળ–ગડુ, પોરબંદર–દ્રારકા, ખંભાળિયા–દેવળિયા અને ધ્રોલ–ભાદરા, પાટિયા–પીપળિયા જેવા ૫૮૩ કિલોમીટરના રસ્તાઓને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
ગુજરાતમાં વિકાસ માટે ત્રણ મહત્વની યોજનાઓ બનાવવામાં આવી છે જેમાં ભાવનગરથી સોસિયા અલંગશિપ રિસાયકલીંગ , ત્રાપજથી મણાર અને કંડલા કચ્છ રોડ પર આરઓબી સુધી ૪૬ કિલોમીટર લંબાઈવાળો રોડ પ્રોજેકટ સામેલ છે. આ કોરીડોર દરેક મહત્વના હાઈવે પોર્ટને જોડશે તેમજ મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓના સ્થળોને બંદરો સાથે જોડશે જેનાથી કાર્ગેા પરિવહનની સુવિધા મળશે પરિવહન ખર્ચ અને સમય પણ ઘટશે આ ઉપરાંત તે મુખ્ય પ્રવાસન સ્થળોને કનેકિટવિટી પ્રદાન કરશે તેમજ અને પ્રદેશમાં આર્થિક વિકાસને વેગ મળશે
દેશના ઉધોગિક વિકાસને બુસ્ટ કરવા માટે કેન્દ્ર સરકારે દિલ્હી–મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોરની યોજના શરૂ કરી છે અને તેમાં ગુજરાતનો પણ સમાવેશ કરાયો છે. તો બીજી તરફ કેન્દ્રએ પીએમ ગતિશીલ યોજના શરૂ કરીને રાજ્યના આંતરિક રસ્તાઓને એકબીજા સાથે જોડવા માટેની યોજના અમલમાં મુકી છે. આ યોજનાનો મોટો લાભ સૌરાષ્ટ્ર્રને મળવા જઈ રહ્યો છે તેવું કેન્દ્રના માર્ગ–મકાન વિભાગના મંત્રી નીતિન ગડકરીએ રાયસભામાં જણાવ્યું છે.