કન્યાકુમારીથી કાશ્મીરની ભારત જોડોયાત્રાના પ્રથમ 100 દિવસનો તબકકો સંપન્ન થયા બાદ પ્રથમ વખત જયપુરમાં પત્રકાર પરિષદને સંબોધન કરતા પક્ષના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય પર મૌન તોડયું હતું.
ગઈકાલે જયપુરમાં એક પત્રકાર પરિષદને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કોંગ્રેસની હારનું ‘ઠીકરૂ’ આમ આદમી પાર્ટી પર ફોડતા કહ્યું કે ‘આપ’ના કારણે અમારો ગુજરાતમાં પરાજય થયો હતો. રાજયની હાલમાં જ સંપન્ન થયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તેના ગુજરાતમાં સૌથી ખરાબ પ્રદર્શનનો ભોગ બની છે અને 17 બેઠકો પર જ સમેટાઈ છે જે 2017માં 77 બેઠકો જીતી હતી.
જયારે ‘આપ’ને પાંચ બેઠકો પર વિજય મળ્યો હતો. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પક્ષે પાંચ વર્ષના સમયગાળા બાદ ફરી રાજયમાં સતા કબજે કરી છે તેના પર રાહુલે પોતાનો જવાબ આપતા કહ્યું કે ભાજપે તેની સંગઠન સહિતની તમામ તાકાતને કામે લગાડી હતી. પરંતુ તેમ છતાં કોંગ્રેસ પક્ષને લોકચૂકાદો પ્રાપ્ત થયા છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ભાજપ વતી પ્રોકસી લડાઈ લડી હોત નહી અને કોંગ્રેસને જ ટાર્ગેટ કરી ન હોત તો ગુજરાતમાં પણ વધારો ભાજપને પરાજીત કરી હોત તે નિશ્ચિત છે. રાહુલ ગાંધીએ ભાજપ પર દેશમાં ધિકકારની લાગણી ફેલાવવાનો આરોપ મુકયો હતો.