વેસ્ટર્ન રેલ્વે હેડ ક્વાર્ટર દ્વારા ભાવનગર વર્કશોપના જુનિયર એન્જીનીયર મયંક ચૌધરીને એનર્જી બચતના સારા કાર્ય બદલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. મુંબઈ ચર્ચ ગેટ ખાતે વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર અશોક મિશ્રાના હસ્તે ઉર્જા સંરક્ષણના ઉત્તમ કાર્ય બદલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.