ગુજરાતમાં ભાજપના વિજય બાદ હવે દિલ્હીમાં ડિનર-મીટનું આયોજન શરૂ થયું છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ગુજરાતમાંથી ચુંટાયેલા ભાજપના લોકસભા-રાજયસભાના સાંસદ તથા ગુજરાત કેડરના અધિકારીઓ માટે ડિનર બેઠકનું આયોજન થયા બાદ હવે તા.20ના રોજ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તથા નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલે દિલ્હી જીમખાના કલબ ખાતે ડીનરનું આયોજન કર્યુ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપશે. જો કે આ ડીનર ફકત ગુજરાતના જ નહી ભાજપના તમામ સાંસદો અને એનડીએ સાથે જોડાયેલા પક્ષના નેતાઓને પણ સજોડે હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યા છે. શ્રી પાટીલ આ તમામ સાંસદોને ખુદ ફોન કરીને કે રૂબરૂ મળીને ડીનર માટે આમંત્રણ આપી રહ્યા છે.