ભારતની અર્થવ્યવસ્થા મજબૂત થઈ રહી છે તેમ હવે સેનાને પણ મજબૂત કરવાની જરૂર છે. મોદી સરકાર દ્વારા સ્વદેશી હથિયાર, એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને યુદ્ધ જહાજને લઈને પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે ભારતીય નૌસેનામાં સૌથી ઘાતક યુદ્ધ જહાજ સામેલ છે.
આ યુદ્ધ જહાજનું નામ છે INS મોરમુગાઓ. INS મોરમુગાઓ એડવાન્સ હથિયારો અને મિસાઈલોથી લેસ છે, તેની અંદર જ રડાર અને હવામાં માર કરવાવાળી મિસાઇલ લાગેલી છે. આટલું જ નહીં દુશ્મનના રડાર આ જહાજને જલ્દી પકડી નહીં શકે તે રીતે બનાવવામાં આવ્યું છે. INS મોરમુગાઓ બ્રહ્મોસ, બરાક-8 સહિતની કુલ આઠ મિસાઇલ લાગેલી છે. સાથે સાથે એન્ટિ સબમરીન રોકેટ લોન્ચર પણ લગાવવામાં આવ્યું છે. જહાજ પર લાગેલી મિસાઇલ હવામાં 70 કિમી જ્યારે સમુદ્રમાં 300 કિમી સુધી દુશ્મનને મારી શકે છે.
INS મોરમુગાઓ ન્યુક્લિયર, બાયોલોજિકલ અને કેમિકલ યુદ્ધમાં પણ લડવા માટે સક્ષમ છે. જહાજની ઉપર તારપીડો લોન્ચર અને હેલિકોપ્ટરની વ્યવસ્થા છે. INS મોરમુગાઓ ની લંબાઈ 163 મીટર, પહોળાઈ 17 મીટર જ્યારે વજન 7400 ટન છે. ભારતમાં તૈયાર થયેલ આ જહાજ સૌથી ઘાતક યુદ્ધ જહાજોમાંથી એક છે.
–