ભરૂચા ક્લબ ખાતે પ્રેક્ટિસ કરતી ભાવનગરની દીકરી વિશ્વા સાચણીયાની સૌરાર્ષ્ટ સ્ટેટ ક્રિકેટ અન્ડર ૧૫ મહિલા ક્રિકેટ ટિમમાં પસંદગી થઈ છે તાજેતરમાં સૌરાર્ષ્ટ ક્રિકેટ એસોસીએશન દ્દારા ૧૮ મહિલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી તેમાં વિશ્ર્વાની ઓલરાન્ડ પેસ બોલર અને ઓપનર બેટ્સમેન તરીકે પસંદગી પામતા ભાવનગર એક માત્ર ખેલાડી બની છે.આગામી ૨૬ ડિસેમ્બરના રોજ રમાનાર ઇન્ટર સ્ટેટ ક્રિકેટ લિગ ટુર્નામેન્ટની મેચ રમવા ગ્વાલિયર શહેરમાં સૌરાર્ષ્ટ સ્ટેટ વતી રમવા જશે. વિશ્વા ભાવનગર ભરુચા ક્લબનાં પુર્વ મહિલા ક્રિકેટર અને હાલના કોચ ર્નિમળા મેડમ પાસેથી તાલીમ લઈ રહી છે.