મહુવા તાલુકાના નાના આસરાણા ગામમાં રહેતા ઈસમને મોટા ખુટવડા પોલીસે ૩ હજાર લિટર જ્વલનશીલ પ્રવાહી સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ ભાવનગર એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ વી.એન.રાણાએ ફોન દ્વારા આપેલી માહિતીના આધારે મોટા ખુટવડા પોલીસે નાના આસરાણા ગામમાં રહેતા કાળુભાઈ ઉર્ફે બાબુભાઈ મોહમ્મદભાઈ ગાહાના ગોડાઉનમાં દરોડો પાડતા ગોડાઉનમાંથી ૩૦૦૦ લીટર જ્વલનશીલ પ્રવાહી કિં. રૂ.૨.૧૦ લાખ તેમજ તેને લગત જરૂરી સાધનો ડીઝલ પંપ, ઈલેક્ટ્રીક મોટર, માપીયુ, ડીઝલ ભરવાના ટાંકા મળી આવ્યા હતા. ખુટવડા પોલીસે કુલ રૂ.૨.૨૮ લાખનો મુદ્દામાલ બરામત કરી મજકુર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.