ભાવનગરમાં ભર શિયાળે ગરમીનો માહોલ છે તેવામાં ત્રણ દિવસ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાતા નગરજનો માટે આગોતરો ઉનાળો આવી ગયો છે.! બુધેલથી બોરડા સુધીની નવી લાઈનના જાેડાણની કામગીરી તેમજ વિવિધ હેન્ડ વર્કસ તથા પાઇપલાઇનના કામગીરી માટે નાવડાથી બુધેલ તથા બુધેલથી કડીયાળી સેકશન પર શટ ડાઉન લઈ કામગીરી હાથ ધરાશે. જેને કારણે તા.૨૦ થી ૨૨ ત્રણ દિવસ મહિ પરીએજનો પુરવઠો ભાવનગરને નહિ મળે. આથી તંત્રને એકાંતરા પાણી કાપ લાદવો પડ્યો છે.
ત્રણ દિવસ મહી પરીએજનું ૬૫ એમએલડી પાણી બંધ થતાં એકમાત્ર શેત્રુંજી પર આધાર રાખવો પડશે. શેત્રુંજી ડેમમાંથી ૮૮ એમએલડી પાણી લેવામાં આવી રહ્યું છે. ત્રણ દિવસ શેત્રુંજીમાંથી પાણી લઈ ભાવનગરને પૂરું પાડવામાં આવશે જેથી શહેરમાં ત્રણ દિવસ એકાંતરા પાણી મળશે. મહિપરીએજનું પાણ પુરવઠો ત્રણ દિવસ બંધ રહેવાનો છે જે દરમિયાન ૨૨મી ના રોજ તરસમીયા ખાતે જેટકો દ્વારા પણ વીજ કાપ લાદવામાં આવ્યો છે. જેથી પડ્યા પર પાટુ સમાન બની રહેશે.
આજે તરસમીયા ફિલ્ટરના ભરતનગર, હરીઓમનગર, પ્રગતિનગર, મારૂતી, યોગેશ્વર, શ્રીનાથજી, લક્ષ્મી, શિવસાગર જૂની, શિવ પાર્વતી, સિન્ધુનગર, હિલડ્રાઈવ, આઝાદનગર, સંસ્કાર મંડળ, ઘોઘા રોડ, નીલકંઠ નગર, શ્રી રામ, ખારસી, અક્વાડા, ચિત્રા ફિલ્ટરમાં કુંભારવાડા, બોરતળાવ વોર્ડમાં સરિતા, કુમુદવાડી, દેસાઈનગર, ફુલસર વિસ્તાર, સીદસર ગામ, હાદાનગર, શિવશક્તિ વિસ્તાર, તખ્તેશ્વર વિસ્તારમાં કણબીવાડ, કરચલીયા પરા, પીરચ્છલ્લા, વોરાબજાર, આનંદનગર, તિલકનગર, ઘોઘા સર્કલ, મેઘાણી સર્કલમાં પાણી વિતરણ થયું હતું જ્યાં આવતી કાલે કાપ રહેશે.
કાલે આ વિસ્તારમાં પાણી વિતરણ કરાશે…
ચિત્રા ફિલ્ટર પૈકીના સતનામ ચોક, ફુલસર કર્મચારી નગર, શિક્ષક સોસાયટી, મહેશ્વરી, વરિયા પાર્ક, અંખડ આનંદ, રાજનગર સહિતના ૨ થી રાત્રે ૧૧ દરમિયાન વિતરણ થતાં વિસ્તારો તેમજ તખ્તેશ્વર ફિલ્ટર પૈકીના સરદારનગર, રૂપાણી સર્કલ, અનંતવાડી, ખેડૂતવાસ, પ્રભુદાસ તળાવ, શિશુવિહાર, જમનાકુંડ, રૂખડીયા, ગીતા ચોક, બોરડી ગેટ, વણકરવાસ સહિતના બપોરે ૧ પછી પાણી મેળવતા વિસ્તારને પાણી નહીં મળે. તદુપરાંત તરસમીયા,ગાયત્રીનગર, લાખવાડ, અખિલેશ, માલધારી, મેમણ કોલોની, તળાજા રોડ, દેવરાજનગર, શિક્ષક સોસાયટી, ઈસકોન, લખુભા હોલ, વિરાણી, સાગવાડી, અધેવાડા ગામના વિસ્તારનમાં તા.૨૧ને બુધવારે પાણી વિતરણ કરાશે.
તમારા વિસ્તારમાં ક્યારે પાણી આવશે કયારે નહિ…ઇન્કવાયરી માટે આ રહ્યા નંબરો…
તખ્તેશ્વર ફિલ્ટર: ૯૮૭૯૨ ૦૬૩૨૦
તરસમીયા ફિલ્ટર: ૯૮૭૯૨ ૦૫૪૨૦
ચિત્રા ફિલ્ટર: ૯૮૭૯૨ ૦૪૭૨૦