ભાવનગરના કેટલાક વિસ્તારોમાં જેટકો દ્વારા આગામી તા.૨૨ને ગુરૂવારે સવારના સાતથી બપોરના બે વાગ્યા સુધી વિજ કાપ જાહેર કરવામાં આવ્યો છે. રિપેરીંગ કામ સબબ વિજ કાપ રહેશે. કામગીરી વહેલા પૂર્ણ થઈ જાય તો અગાઉથી જાણ કર્યા સિવાય વિજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવાશે તેમ જણાવાયુ છે.
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન નિમિત્તે (જેટકો)ની વરતેજ વિભાગીય કચેરી દ્વારા કરાયેલી જાહેરાત મુજબ તા.૨૨ને ગુરૂવારે સવારના સાતથી બપોરના બે વાગ્યા સુધી ૬૬ કે.વી. સિદસર સબ સ્ટેશનમાંથી નીકળતા વિવિધ વિજ ફિડરોનો પુરવઠો બંધ રહેશે જેમાં ૧૧ કે.વી. વાઘાવાડી, અધેવાડા, ભરતનગર, રૂપાણી, રામમંત્ર મંદિર, ગુરૂકુળ, શિવનગર, યુનિવર્સિટી એ.જી., લાખણકા, જ્ઞાનમંજરી, સિદસર, ઝાંઝરીયા એ.જી. તથા બુધેલ ુ/ુ માં વિજ કાપ રહેશે.