આગામી દિવસોમાં કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે, ત્યારે ભાવનગર અને બોટાદ જિલ્લાને સ્પર્શતા નવી ટ્રેન સુવિધા સહિતના વિવિધ પ્રશ્નોનો સમાવેશ કરી તેનું નિરાકરણ લાવવાની માંગણી સાથે પીએમ, કેન્દ્રીય ગૃહમંત્રી અને નાણાં મંત્રીને માતરમ્ સેવા સંઘના પ્રમુખ કિશોર ભટ્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
આ રજૂઆતમાં ભાવનગરથી સુરતની ડેઈલી ટ્રેન, ભાવનગર-વીરમગામ-સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ટ્રેનને ભુજ સુધી લંબાવવા, ભાવનગરથી સોમનાથ-પોરબંદરની ડેઈલી ટ્રેન અને રેલવે બોર્ડે મંજૂરી આપેલી ભાવનગર-હરિદ્વારની ટ્રેન શરૂ કરવાની માંગ ઉપરાંત ભાવનગર-અધેલાઈ, ધોલેરા સર, ખંભાત ભરૂચ રેલવે યોજનાને ૨૦૧૮ના બજેટમાં સમાવવામાં આવી હોય તેનું ઝડપી અમલીકરણ કરવા, વર્ષ ૧૯૮૪માં કોંગ્રેસની સરકારી ભાવનગર-તળાજા-મહુવા બીએમટી રેલવે યોજના બંધ કરી છે તેને સાગરમાલા યોજનામાં સમાવી ભાવનગર, ઘોઘા, તણસા, ત્રાપજ, અલંગ શીપયાર્ડ, તળાજા, મહુવા અને સોમનાથ સુધી તેમજ ધોળા, નિંગાળા અને ગઢડા ઉપરાંત બોટાદ, પાળિયાદ, જસદણ, ગોંડલનો બંધ કરેલ ટ્રેન વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવે તો ધંધા-રોજગાર, ઉદ્યોગ, ખેતીમાં વિકાસના દ્વારા ખુલી શકે તેમ છે.
ભાવનગર અને બોટાદ જિલ્લાનો ગઢડા, ગારિયાધાર, વલ્લભીપુર, તળાજા, ઘોઘા, જેસર તાલુકો રેલ સુવિધાથી વંચિત હોય, તેને સુવર્ણ ચતુર્ભુજ રેલવે યોજનાથી જાેડવાની વર્ષો જૂની માંગ પૂરી કરવા અને ગારિયાધાર, જેસર, મહુવા, તળાજા, બગદાણાને રેલવે લિંકીંગ જાેડવા તેમજ ૨૦૧૨માં સમાવિષ્ટ ધોલેર સર-ભીનાથને વલ્લભીપુર-ધોળા સુધી, વલ્લભપીર-સાળંગપુર, બોટાદથી ચોટીલાના પણ રેલવે લિકીંગ યોજનાથી જાેડવા વંદે માતરમ્ સેવા સંઘના પ્રમુખ કિશોર ભટ્ટે માંગણી કરી છે. વધુમાં ભાવનગરના રામમંત્ર પેટ્રોલપંપ પાછળનો મુખ્ય માર્ગ સંસ્કાર મંડળથી દીપક હોલ સુધી ૫૦ ફૂટનો હોય, જેમાં અડધો કિ.મી. સુધી રેલવે દ્વારા ૩૫ ફૂટનું દબાણ કર્યું છે. જેના કારણે ૧૭૦૦ વસાહતી પરિવાર અને ૧૦ હજાર નાગરિકોને મુશ્કેલી પડી રહી છે. જે રેલવેના દબાણો દૂર કરવા, અંડરબ્રીજ-ઓવરબ્રીજનું કામ ઝડપી પૂરૂ કરવા, જવાહર મેદાનની જમીનનો કાયમી ઉકેલ લાવી સંરક્ષણ મંત્રાલય પાસેથી તેનો કબજાે લઈ રાજ્ય સરકારના રમત-ગમત વિભાગ હેઠળ સ્પોર્ટ્સ, એથ્લેટિક કે ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા માંગ કરવામાં આવી છે.