ભાવનગરના રિલાયન્સ સ્માર્ટ બજારમાં ખરીદી કરવા ગયેલી મહિલાના મોબાઇલની ચોરી થતા મહિલાના પતિએ મોબાઈલ ચોરીની ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી.
ભાવનગરના મતવાચોક, સંઘેડીયા બજારમાં રહેતા આર્મીનભાઇ શબ્બીરભાઈ ખલાણી અને તેના પત્ની તથા બાળકો ગત તા.૧૮ના રાત્રીના સાડા આઠ વાગ્યાના સુમારે મહાનગરપાલિકા કચેરી સામે આવેલ રિલાયન્સ સ્માર્ટ બજારમાં કપડાની ખરીદી કરવા ગયા હતા ત્યારે તેમના પત્નીએ પસંદ કરેલ કપડાની ટ્રાયલ લેવા ડ્રેસિંગરૂમમાં ગયા હતા, ત્યાંથી કોઈ અજાણ્યો ઈસમ તેમનો મોબાઈલ કિં. રૂ. ૧૫,૦૦૦ ચોરી કરી લઈ ગયો હતો.
આ બનાવ અંગે આર્મીનભાઇ ખલાણીએ મોબાઇલ ચોરીની ઓનલાઇન ફરિયાદ નોંધાવતા નીલમબાગ પોલીસે તપાસ હાથ ધરી છે