દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ભાવનગરનાં ૧૧૩માં સ્થાપના દિનની ઉજવણી તથા સંસ્થાનાં પૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સ્નેહ મિલન તથા બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ ‘દક્ષિણોત્સવ – ૨૦૨૨’ નું આયોજન તા. ૨૫ને રવિવારનાં સવારે ૦૮.૩૦ થી ૧૧.૩૦ દરમ્યાન બાલમંદિર પટાંગણ ખાતે યોજાશે.
આ પ્રસંગે ઈસરો – અમદાવાદના ગૃપ ડાયરેક્ટર જૈમિન દેસાઈનાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી ‘સ્છદ્ગ સ્છડ્ઢઈ છઇ્ૈંહ્લૈંઝ્રૈંછન્ જીછ્ઈન્ન્ૈં્ઈ’ વિષય પર પોતાનું વક્તવ્ય આપશે. આ કાર્યક્રમમાં સંસ્થાના પૂર્વ આચાર્યઓ, પૂર્વ શિક્ષકો, પૂર્વ વિદ્યાર્થીઓ તથા રસ ધરાવનાર તમામને ઉપસ્થિત રહેવા નિમંત્રણ અપાયું છે. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન સંચાલિત શાળાઓ તથા ભાવનગર શહેરની ૧૬ શાળાઓના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓનાં વૈજ્ઞાનિક અભિગમને સુદ્રઢ બનાવવા માટે ઈસરો – અમદાવાદના ગૃપ ડાયરેક્ટર જૈમિન દેસાઈ ‘અવકાશ વૈજ્ઞાનિક સાથે વિદ્યાર્થીઓની ગોષ્ઠી’ વિષય પર પોતાનું વક્તવ્ય આપશે અને તેઓની સાથે વિચાર ગોષ્ઠી બપોરે ૨ થી ૪ કલાક દરમ્યાન કરશે. આ પ્રસંગે આમંત્રિત શાળાઓનાં વિદ્યાર્થીઓ તથા તેમના પ્રતિનિધિને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ ફેસબુક પર કરવામાં આવશે.