આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળવા જઇ રહી છે. આ બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે. જે પ્રમાણે વિશ્વભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તે અંગે પણ ચર્ચા થશે. આ ઉપરાંત ખેતી સંબધિત મુદ્દે ચર્ચા કરવામાં આવશે. તમામ ધારાસભ્યોની શપથગ્રહણ કરી લીધા બાદ આજે ભૂપેન્દ્ર પટેલની આ પહેલી બેઠક હશે. જનતા માટે અસરકારક કામ કરવા માટે રણનીતિ પર ચર્ચા પણ કરશે.
ઉલ્લેખનીય છે કે આગામી કાર્યક્રમો અંગે પણ બેઠકમાં ચર્ચા થશે. ખાસ કરીને આરોગ્ય અને ગૃહ વિભાગના કાર્યોની ચર્ચાને પ્રાથમિકતા અપાય તેવી સંભાવના જોવા મળી રહી છે. ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ પ્રથમ બેઠક રહેશે જેમાં સરકાર પોતાના પ્રથમ 100 દિવસના કાર્યોનો રોડમેપ તૈયાર કરશે. સાથે જ કોરોનાની દહેશત અને નવા વેરિઅન્ટને લઈ ચર્ચા થશે. તો કેબિનેટમાં પ્રધાનો પોતાના વિભાગની યોજનાઓ અંગે ચર્ચા કરશે. રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો બાબતે પણ બેઠકમાં ચર્ચા થશે. ખાસ કરીને આરોગ્ય અને ગૃહ વિભાગના કાર્યોની ચર્ચાને પ્રાથમિકતા અપાય તેવી શક્યતા છે.