પાપડ અને શેકેલા ભૂંગળા પર પણ 18 ટકા GST લાગશે. તાજેતરમાં મળેલી 48મી GST કાઉન્સિલમાં પાપડ અને ફ્રાયમ્સ પર આ અંગે ક્લિયરન્સ અપાયું છે. ઓલ ઈન્ડિયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશને વિરોધ કરીને સીએમને પત્ર લખી GST ન લગાવવા રજુઆત કરી છે. કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વર્ષે 30 લાખ કિલોથી વધારે પાપડ-ભૂંગળાનું ઉત્પાદન થાય છે. અહીં સરેરાશ એક પરિવારમાં 500 ગ્રામ પાડનો ઉપયોગ થાય છે, જેથી લોકોને 280 રૂપિયે કિલો લેખે 50 રૂપિયા વધારે ચુકવવા પડશે.
ઓલ ઈન્ડિયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએસને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુ દેસાઈ અને GST કમિશનર મિલિન્દ તોરવણેને પ્રેઝન્ટેશન આપીને રજૂઆત કરી છે. 2017માં GST આવ્યા બાદ રાજ્ય સરકારે 2011માં એફિલીએટ ઓથોરિટી દ્વારા ઝીરો ટકા ટેક્સ કરાયો હતા. 2011માં એડવાન્સ રૂલિંગ ઓથોરિટીએ પણ પાપડ પર ઝીરો ટકા નક્કી કર્યો હતો. પરંતુ હવે કાઉન્સિલે પાપડ પ્રોડક્ટને 18 ટકા દરનું ક્લેરિફિકેશન આપવામાં આવ્યું હતું. જેને લઈને ઓલ ઈન્ડિયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા ગુજરાતના સી.એમને રજૂઆત કરી પાપડ પર GST ફરી જીરો કરવા માટે રજૂઆત કરી હતી.