તાજેતરમાં વડોદરાની પારુલ યુનિવર્સિટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષકો અને શ્રેષ્ઠ આચાર્યનું સન્માન કરવામાં આવ્યું હતુ જેમાં ઘોઘા સર્કલ સ્થિત બી. એમ. કેમ્પસમાં આવેલ પી.એમ.સ્કૂલના આચાર્ય ધવલભાઇ વી.દવેનું શ્રેષ્ઠ આચાર્ય તરીકે સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે આ સમારંભમાં જ ધવલભાઈ દવે દ્વારા જ તેમના શ્રેષ્ઠ શિક્ષકો મોહિતભાઈ જાેશી તથા પૂજાબેન જાેશીનું પણ સન્માન કરવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે શાળા પોતાના શૈક્ષણિક કાર્ય ઉપરાંત વિવિધ પ્રવૃત્તિઓમાં પણ શહેરમાં ખાસ્સું એવું લોકપ્રિય સ્થાન ધરાવે છે ત્યારે આ બહુમાન શાળાની યશ કલગીમાં વધુ એક છોગું ગણાવી શકાય.