કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુરુવારે ગૃહમાં જણાવ્યું હતું કે, નિષ્ણાંત સમિતિએ કોરોના વાયરસ માટે નાકથી આપવામાં આવતી નઝલ વેક્સિનને મંજૂરી આપી છે. તેનો અર્થ એ છે કે, કોવિડ-19 વાયરસ સામે લડવા માટે હવે ઈન્જેક્શનની જરૂર પડશે નહીં. ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડે ગત 28 નવેમ્બરે જણાવ્યું હતું કે, તેને નાકથી લઈ શકાય તેવી કોવિડ-19 વિરોધી રસી ઈનકોવેકને સીડીએસસીઓ તરફથી ભારતમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને ઈમરજન્સી સ્થિતિમાં નિયંત્રિત ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ઈનકોવેક વિશ્વની પ્રથમ રસી છે, જેને પ્રાથમિક સિરિજમાં અને હેટ્રોલોગસ બૂસ્ટર ડોઝ બંનેના રૂપમાં મંજૂરી મળી છે.
સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે, ભારત બાયોટેક તેની ઇન્જેક્શન વગરની રસી એટલે કે ઇન્ટ્રાનોઝલ રસીને બુસ્ટર ડોઝ તરીકે આપશે. આ ઉપરાંત હૈદરાબાદમાં આવેલી કોવેક્સિન ઉત્પાદક કંપની આવતા અઠવાડિયાથી નઝલ વેક્સિન કોવિન એપ્લિકેશન પર લાઇવ કરશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.
સૂત્રોએ તેમ પણ જણાવ્યું હતું કે, DCGI (ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા)એ રસીની ટ્રાયલ પૂર્ણ કરવા માટે મંજૂરી આપી દીધી છે અને આગામી દિવસોમાં વિકાસ અંગે ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, ભારતમાં ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BF.7ના ત્રણ કેસ મળી આવ્યા છે. ત્યારે નઝલ રસી BBV154 અથવા Incovaccને ગયા મહિને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને (CDSCO) હેટ્રોલોગસ બૂસ્ટર ડોઝ તરીકે ભારતમાં 18+ લોકો માટે કટોકટીની પરિસ્થિતિમાં લીલી ઝંડી આપી હતી. હેટ્રોલોગસ બુસ્ટિંગમાં વ્યક્તિને પ્રાથમિક ડોઝની શ્રેણી માટે ઉપયોગમાં લેવાતી રસીમાંથી અલગ રસી આપવામાં આવે છે.
આનો અર્થ એ થયો કે, આવનારા દિવસોમાં કોવિડ-19 વાયરસ સામે રક્ષણ માટે ઈન્જેક્શનની જરૂર નહીં પડે. ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડે 28 નવેમ્બરે માહિતી આપી હતી કે તેની નાક વિરોધી કોવિડ-19 રસી ઈન્કોવેક (BBV154) ને ભારતમાં 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોમાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) તરફથી ઈમરજન્સી મંજૂરી મળી છે. નિયંત્રિત ઉપયોગ માટે મંજૂર. INCOVAK એ વિશ્વની પ્રથમ રસી છે જેને પ્રાથમિક શ્રેણી અને હેટરોલોગસ બૂસ્ટર ડોઝ બંનેમાં મંજૂર કરવામાં આવી છે.