સોશ્યલ મીડિયા પર ફેક ન્યૂઝ તથા ભ્રામક જાહેરખબરો સામે સરકારે ધોકો પછાડયો છે. ખોટી અને પાયાવિહોણી માહિતી આપતી 100થી વધુ યૂ ટયૂબ ચેનલ અને અનેક વીડિયોને સરકારે બ્લોક કરી દીધા છે. એટલું જ નહીં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિત અન્ય મીડિયા એકાઉન્ટ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
એક સવાલના જવાબમાં કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે ગુરુવારે રાજયસભામાં માહિતી આપી કે ખોટી માહિતીને ફેલાતી રોકવા માટે 104 યૂ ટયૂબ ચેનલ તથા 4પ યૂ ટયૂબ વીડિયોને બ્લોક કરવામાં આવ્યા છે તથા 4 ફેસબુક એકાઉન્ટ, બે પોસ્ટ, 3 ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ, પાંચ ટ્વિટર’ એકાઉન્ટ, 3 પોડકાસ્ટ પર પ્રતિબંધ લગાવાયો છે. બે એપ અને 6 વેબસાઈટ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. મંત્રીએ ખાતરી આપી કે દેશની સુરક્ષા માટે કોઈ પણ પ્રકારી આકરી કાર્યવાહી સામે સંકોચ રાખવામાં નહીં આવે. સરકાર ભ્રામક જાહેરખબરો સામે પણ કાર્યવાહી કરી રહયાનું જણાવતાં મંત્રીએ કહયુ કે અયોગ્ય પ્રચાર-પ્રસાર કરનારાઓની તુરંત ઓળખ કરી, નિર્માતાઓને નોટિસ ફટકારાઈ છે.