Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ચીનને મદદ કરવા તૈયાર ભારત: દવાઓ મોકલવાનો નિર્ણય

વિશ્વમાં કોરોનાની અત્યાર સુધીની સૌથી ઘાતક લહેર ચીનમાં

aaspassdaily by aaspassdaily
2022-12-23 11:36:45
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વિશ્વમાં કોરોનાની અત્યાર સુધીની સૌથી ઘાતક લહેર ચીનમાં આવી છે. દરરોજ લાખો નવા દર્દીઓ આવવાના કારણે લોકોને હોસ્પિટલોમાં પથારીઓ મળી રહી નથી, અને દવાઓની પણ અછત છે. દવાઓ વિના લોકો પરેશાન છે. પોતાના પાડોશીને મુશ્કેલીમાં જોઈને ભારત ફરી એકવાર દુશ્મની ભુલાવી મિત્રતા નિભાવવા સામે આવ્યું છે. ભારતે ચીનને દવાઓ મોકલવાનો નિર્ણય લીધો છે. ભારતની ફાર્માસ્યુટિકલ નિકાસ સંસ્થાના અધ્યક્ષે કહ્યું કે, વિશ્વના સૌથી મોટા દવા ઉત્પાદકોમાંના એક ભારતે કોરોના સામે લડી રહેલા ચીનને મદદ કરવાનો નિર્ણય લીધો છે. ભારત ચીનને તાવની દવાઓ આપવા તૈયાર છે.
ચીનમાં કોરોનાની લહેરના કારણે દવાઓની ભારે અછત સર્જાઈ છે. માંગને પહોંચી વળવા માટે ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં ઓવરટાઇમ કરવામાં આવી રહ્યો છે. ચીનની સરકારે તાવ, શરીરનો દુખાવો અને માથાનો દુખાવો માટે મફત દવાઓની જાહેરાત કરી છે. આ દરમિયાન ભારતે પણ ચીનને તાવની દવાઓ મોકલવાની મંજૂરી આપી દીધી છે. ફાર્માસ્યુટિકલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ફાર્મેક્સિલ)ના ચેરપર્સન સાહિલ મુંજાલે રોઈટર્સને જણાવ્યું હતું કે, આઈબુપ્રોફેન અને પેરાસિટામોલ દવાઓ બનાવતી કંપનીઓને ચીનમાંથી ઓર્ડર મળી રહ્યા છે.
આઇબુપ્રોફેન અને પેરાસિટામોલ હાલમાં ચીનમાં ખૂબ માંગમાં છે, જ્યાં લોકો આ દવાઓની અછતનો સામનો કરી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત ચીનની મદદ કરવા તૈયાર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, અમે ચીનમાં કોવિડની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. ચીનને દવા મોકલવાના પ્રશ્ન પર, તેમણે કહ્યું, અમે હંમેશા વિશ્વની ફાર્મસી તરીકે અન્ય દેશોની મદદ કરી છે.

ભારતમાંથી ઓનલાઈન દવાઓ મંગાવી
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ચીનના બજારોમાં એન્ટિ-વાયરલ દવાઓની ભારે અછત છે. આઇબુપ્રોફેન અને પેરાસીટામોલ જેવી એન્ટિવાયરલ દવાઓની અછતએ ગભરાટ પેદા કર્યો છે. અહેવાલો અનુસાર વાયરલ દવાઓના ઓછા પુરવઠા અને સંગ્રહને કારણે ચીનના બજારોમાં દવાઓની અછત સર્જાઈ હતી. ચાઇનીઝ સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને અખબારના અહેવાલો સૂચવે છે કે, ચાઇનીઝ લોકો હવે એવી દવાઓ ખરીદી રહ્યા છે જેને ચીનમાં વેચવાની મંજૂરી નથી. આ માટે ચાઈનીઝ ઓનલાઈન સ્ટોર્સનો આશરો લઈ રહ્યા છે.
શાંઘાઈના એક અખબાર અહેવાલ મુજબ, ચીનમાં ઘણા એજન્ટો સક્રિય થઈ ગયા છે જેઓ વાયરલ તાવની દવાઓ બમણી અથવા ત્રણ ગણી કિંમતે વેચી રહ્યા છે. પેપરમાં લખ્યું છે કે, એક એજન્ટે વિદેશી જેનરિક એન્ટિવાયરલ્સના 50,000 થી વધુ બોક્સ વેચ્યા છે. અન્ય એક અખબારના અહેવાલ મુજબ ગુઆંગઝૂ યુનાઇટેડ ફેમિલી હોસ્પિટલમાં વાયરલ દવા પેક્સલોવિડની કિંમત લગભગ 2,300 યુઆન છે. આ દવા પણ આવા લોકોને આપવામાં આવી રહી નથી. આ દવા કોરોના સંક્રમિત જણાયા પછી જ આપવામાં આવી રહી છે. હોસ્પિટલમાં દર્દીઓની સીટી સ્ક્રીનીંગનો ખર્ચ 5 હજાર યુઆન છે. 1,000 યુઆન ડૉક્ટરની ફી છે.

Tags: Chinaindia decide to help medicine
Previous Post

24 ડિસેમ્બરથી વિદેશથી આવનારા મુસાફરો મુસાફરો માટે એરપોર્ટ પર થશે કોરોના ટેસ્ટ

Next Post

આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટએ ભાજપના 18 નેતાઓની હિટ લિસ્ટ જાહેર કરી આપી ધમકી

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટએ ભાજપના 18 નેતાઓની હિટ લિસ્ટ જાહેર કરી આપી ધમકી

આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટએ ભાજપના 18 નેતાઓની હિટ લિસ્ટ જાહેર કરી આપી ધમકી

લોકો બુસ્ટર ડોઝ લેવા દોડવા માંડયા …..

લોકો બુસ્ટર ડોઝ લેવા દોડવા માંડયા .....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.