ભાવનગરના જિલ્લા પંચાયત કચેરી સામે આવેલ ટી.સી. ટાવર કોમ્પ્લેક્સમાં દબાણ હટાવવા મામલે થયેલ બાબલની ઘટનામાં કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા એડવાઈઝરે અન્ય વેપારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલ માધવહિલમાં રહેતા પ્રદીપભાઈ વસંતરાય શુક્લા પંચાયત સામે આવેલ ટી.સી. ટાવરમાં દુકાન ધરાવતા હોય, આ કોમ્પ્લેક્સમાં દબાણ કરવા મામલે પ્રદીપ શુક્લા અને અન્ય વેપારીઓએ સામ સામે અરજીઓ આપી હોય, ગઈકાલે સવારે મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલની ટીમ દબાણ હટાવવા માટે ગઈ હતી તે દરમિયાન કોમ્પ્લેક્સમાં વેપારીઓએ પ્રોવેલ શુકલાને માર મારતા તેમને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં અસવ્યા હતા.
આ બનાવ અંગે પ્રદિપ શુક્લાએ વેપારી હેમલભાઈ માળી, પ્રકાશભાઈ માળી, આનંદ ફ્લાવર્સ નામની દુકાનના બે માણસો, સંજયભાઈ બારડ, ઋત્વિકભાઈ માળી, પ્રતિકભાઇ સઠીયા, લાલાભાઇ માળી, કેતનભાઇ માળી અને પ્રવિણસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગંગાજળીયા પોલીસે ગુનો નોંઘી તપાસ હાથ ધરી છે.