ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશન સંસ્થા છેલ્લા 65 વર્ષથી કાર્યરત છે. આ સંસ્થાની કમીટીમાં ભાવનગરના કૃષ્ણદેવસિંહ એસ. સરવૈયા (કે.કે.)ની નિમણુક થઈ છે.
ગુજરાત રાજ્યની તમામ હોટલ, રેસ્ટોરન્ટ માલીકોના તમામ પ્રશ્નોના નિકાલ માટે તેમજ હોટલ ઇન્ડસ્ટ્રીઝ આગળ આવે તે માટેનું આ ફેડરેશન છે. કે.કે સરવૈયા (ઓનેસ્ટ)ની નિમણૂંક થતા ભાવનગર હોટલ ઍન્ડ રેસ્ટોરન્ટના માલીકોમાં હર્ષ વ્યાપ્યો છે. ભાવનગરના હોટલ તેમજ રેસ્ટોરન્ટને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સરકારમાં સીધી રજુઆત કરી તેના નિરાકરણો લાવવા પ્રયત્ન કરશે.
કૃષ્ણદેવસિંહ એસ. સરવૈયા (કે.કે) હાલમાં ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસીએશનના પ્રમુખ છે, કોવિડ-૧૯ જેવી મહામારીમાં પણ સતત સેવાકિય કાર્યો કરેલ છે તેઓ કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં બિલ્ડર તરીકે પોતાનું એક આગવુ સ્થાન ઘરાવે છે.