ગુજરાત યુનિવર્સિટીમાં UG અને PGના કોર્ષ માટે ઓનલાઇન શિક્ષણને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, UGCએ UG અને PGના કોર્ષ માટે ઓનલાઇન શિક્ષણને મંજૂરી આપી દીધી છે. જેને લઈ હવે ગુજરાત યુનિવર્સિટીમાં UG અને PGના કોર્ષ માટે ઓનલાઇન શિક્ષણ અપાશે. વિદ્યાર્થીઓને 6 ઓનલાઇન કોર્ષમાં નવા સત્રથી પ્રવેશ અપાશે.
ગુજરાત યુનિવર્સિટીમાં હવે આગામી દિવસોએ UG અને PGના કોર્ષ માટે ઓનલાઇન શિક્ષણ અપાશે. જોકે 6 ઓનલાઇન કોર્ષમાં વિદ્યાર્થીઓને નવા સત્રથી પ્રવેશ અપાશે. યુનિવર્સિટીમાં ઓનલાઇન શિક્ષણ માટે હાલ સ્ટ્રક્ચર તૈયાર નહીં હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે વિદ્યાર્થીઓની સંખ્યા અને ફી સ્ટ્રક્ચર નક્કી કરવાનું પણ હાલ બાકી છે. પણ UGCની મંજૂરી બાદ હવે આગામી દિવસોએ હવે ગુજરાત યુનિવર્સિટીમાં UG અને PGના કોર્ષ માટે ઓનલાઇન શિક્ષણ અપાશે.
આ તરફ તાજેતરમાં જ લેવાયેલ એક નિર્ણય મુજબ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ યુનિવર્સિટી લાયબ્રેરી હવે રાતના 10:30 સુધી ખુલ્લી રહેશે. મહત્વનું છે કે, હાલ લાયબ્રેરીનો સમય સવારના 8થી રાતના 8 સુધીનો એટલે કે 12 કલાકનો છે પરંતુ યુનિ.ની મંજૂરીથી અઢી કલાકનો સમય વધારવામા આવ્યો છે. જેથી યુજી-પીજીમાં અભ્યાસ કરતા અને ભણવા સાથે નોકરી કરતા વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી શકે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી યુવાનો કરી શકે.