ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ગાત્રો થીજવતી ઠંડીનો છેલ્લા ચારેક દિવસથી પ્રારંભ થયો છે તાપમાનનો પારો સતત ગબડી રહ્યો છે જેના કારણે ઠંડીની તીવ્રતામાં સતત વધારો થઈ રહ્યો છે ભાવનગર શહેરમાં શિયાળાની સિઝનમાં સૌપ્રથમ વખત લઘુતમ તાપમાન ૧૩ ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને શુક્રવારની રાત સીઝનની સૌથી ઠંડી રાત બની રહી હતી. લોકોએ ફૂલગુલાબી ઠંડીનો અનુભવ કરવા સાથે ગરમ વસ્ત્રો પણ ધારણ કરી લીધા હતા.
શિયાળાની સીઝન શરૂ થયાના બે મહિના વિતવા છતાં પણ ગુલાબી ઠંડી શરૂ થવા પામેલ ન હતી અને લોકો ઠંડીની આતુરતાપૂર્વક રાહ જાેઈ રહ્યા હતા તે દિવસો હવે જાણે કે પૂર્ણ થયા હોય તેમ છેલ્લા ચાર દિવસથી ઠંડીનો પ્રારંભ થયો છે અને ગતરાત્રિના એટલે કે શુક્રવારે રાત્રે તો જાણે કે કોલ્ડવેવ સર્જાયું હોય તેવી અસર ભાવનગર સહિત રાજ્યભરમાં જાેવા મળી હતી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં રાત્રિના સમયે તાપમાનનો પારો નીચો જાેવા મળ્યો હતો રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી સુધી પહોંચી જવા પામ્યો છે સૌથી વધુ નલિયામાં તાપમાનનો પારો ચાર ડિગ્રી સુધી પહોંચી ગયો છે આ ઉપરાંત અમરેલી, સુરેન્દ્રનગર, જુનાગઢ, ગાંધીનગર સહિત શહેરમાં તાપમાન સિંગલ ડીઝીટ પહોંચી ગયેલ છે ભાવનગર શહેરમાં માત્ર ૨૪ કલાકમાં લઘુતમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈને ૧૩ ડિગ્રી થઈ જવા પામ્યુ હતુ. આ રીતે મહત્તમ તાપમાનમાં પણ ૨૪ કલાકમાં અઢી ડિગ્રીનો ઘટાડો થવા પામ્યો છે રાત્રિના સમયે સરેરાશ ૧૫ ાદ્બ ની ઝડપે કાતિલ પવન ફૂંકાતા શિતલહેરનું જાેર વધ્યુ હોવાનો લોકોએ અનુભવ કર્યો હતો આજે સવારથી પણ પવન સાથે ઠંડીનું પ્રમાણ જળવાઈ રહ્યું છે.
જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું પ્રમાણ વધવા પામ્યુ છે આ સાથે જ ઉત્તર તરફથી ફુકાતા ઠંડા પવનના કારણે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં શીતલહેરનું વાતાવરણ સર્જાયું છે છેલ્લા ચારેક દિવસથી તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જેમાં શુક્રવારની રાત્રે એક સાથે ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં લઘુતમ તાપમાન ઘટીને ૧૩ ડિગ્રી થઈ જવા પામ્યુ હતુ જેના કારણે લોકોએ કાતિલ ઠંડીનો સામનો કર્યો હતો ભાવનગર શહેરમાં અચાનક શરૂ થયેલી ગાત્રો થીજાવી દેતી ઠંડીના કારણે લોકો ઠુઠવાઈ જવા પામ્યા હતા જ્યારે વહેલી સવારે શાળાએ જતા બાળકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યના હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ સુધી કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે ભાવનગર સહિત રાજ્યભરમાં હજુ ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ જણાઈ રહી છે ભાવનગર શહેર સહિત જિલ્લાભરમાં કાતિલ ઠંડીના પગલે લોકોએ ગરમ વસ્ત્ર ધારણ કરી લીધા છે અને દિવસ દરમિયાન પણ લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ થયેલા જાેવા મળી રહ્યા છે.