નવા વર્ષમાં ઘણા ફેરફાર થવાના છે જેની સીધી અસર સામાન્ય માણસ પર થશે. આમાં બેંક લોકરથી લઈને ગાડી ખરીદવા સંબંધિત ફેરફાર સામેલ છે.
પહેલા તારીખે 5 મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. આમાંથી એક છે ગાડીઓની કિંમત વધવી. મારુતિ સુઝુકી, હ્યૂન્ડાઈ મોટર્સ, મર્સિડીઝ-બેંજ, ઓડી રેનોલ્ટસ કિઆ ઈન્ડિયા અને એમજી મોટર, 1 જાન્યુ 2023થી પોતાની ગાડીઓની કિંમત વધારી દેશે.
બિજો ફેરફાર બેંક લોકર સાથે સંબંધિત છે. તમારે 1 તારીખથી બેંક લોકરનો ઉપયોગ કરવા માટે તે સુનિશ્ચિત કરવું પડશે, કે તમે નવા લોકર કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
આ ઉપરાંત કેટલીક બેંક ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલી નિયમો પણ બદલવાની છે. એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડથી રિવોર્ડ્સ પોઈન્ટ અને ફી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરશે. સાથે જ એસબીઆઈ તેના SimplyCLICK કાર્ડહોલ્ડર્સ માટે પણ કેટલાક નિયમો બદલ્યા છે.
1 જાન્યુઆરીથી જીએસટી નિયમોમાં પણ ફેરફાર થશે. 5 કરોડથી વધારે વાર્ષિક ટર્નઓવર કરવાવાળા કર્મચારીઓ માટે હવે, ઈ-ઈનવોઈસ બનાવવું જરૂરી હશે. આમાં ફોન સંબંધિત એક ફેરફાર પણ સામેલ છે. 1 તારીખથી દરેક ફોન નિર્માતા અને તેની આયાત તેમજ નિકાસ કરવાવાળી કંપની માટે દરેક ફોનના IMEI નંબરનું રજિસ્ટ્રેશન જરૂરી થશે.