Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બીએસએફ જવાનની ધારિયાના ઘા મારી હત્યા

ચકલાસીના વનીપુર ગામે પુત્રીનો વીડિયો વયરલ કરનાર યુવકને ઠપકો આપવા ગયા હતા

aaspassdaily by aaspassdaily
2022-12-26 11:21:10
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

નડિયાદ તાલુકાના ચકલાસી તાબે સૂર્યનગર પોતાની દીકરીનો વિડીયો વાયરલ કરનાર યુવકના ઘરે યુવતી ના પિતા, બે દીકરા, ભત્રીજો તથા માતા ઠપકો કરવા ગયા હતા. આ વખતે ઉશ્કેરાયેલા યુવકના પરિવારજનોએ યુવતીના પરિવાર પર ધારિયા લાકડીઓ થી હુમલો કરી યુવતી ના પિતા તથા એક ભાઈને માથામાં ધારિયું તથા લાકડી મારી જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી. જેમાં ગંભીર રીતે ગવાયેલા યુવતી ના પિતા નું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે યુવકને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઉપરાંત અન્ય ત્રણને ગડદા પાટુ નો માર માર્યો હતો. આ બનાવ સંદર્ભે યુવતી ની માતાએ ચકલાસી પોલીસ મથકે સાત ઇસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નડિયાદ તાલુકાના સૂર્યનગર, ચકલાસી તાબે મેલાજીભાઈ ડાહ્યાભાઈ વાઘેલા પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેઓ બી.એસ.એફ માં નોકરી કરતા હતા. તેઓને સંતાનમાં ત્રણ દીકરા અને એક દીકરી છે. દીકરી ધોરણ ૧૦ માં અભ્યાસ કરે છે. ગત રાત્રિના મેલાજીભાઈ તથા તેમના દીકરા નવદીપ, હનુમંતા તથા ભત્રીજો પ્રતાપભાઈ વાઘેલા બાઈક લઈને વનીપુરામાં રહેતા શૈલેષ ઉર્ફે સુનિલ દિનેશભાઈ જાદવ ના ઘરે ગયા હતા. શૈલેષ ઉર્ફે સુનિલે મેલાભાઈની દીકરી આકૃતિનો તેની સાથે નો વિડીયો મોબાઇલ ઉપર વાયરલ કરેલો હોય ઠપકો કરવા સારું ગયા હતા. આ વખતે શૈલેષ ના ઘરની બહાર દિનેશ છબાભાઈ જાદવ, અરવિંદ છબાભાઈ જાદવ, છબાભાઈ ચતુરભાઈ જાદવ, દિનેશ નો ભત્રીજો સચિન અરવિંદભાઈ જાદવ તથા ભાવેશ ચીમનભાઈ જાદવ ઘરની બહાર તાપણી કરતા હતા. જેથી મેલાભાઈએ દિનેશને જઈને તેના દીકરા શૈલેષ ઉર્ફે સુનિલ બાબતે પૂછપરછ કરતા દિનેશ તથા તેની સાથેના માણસો ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલવા લાગ્યા હતા. આ વખતે કૈલાશબેન અરવિંદ જાદવ તથા શાંતાબેન ચીમનભાઈ જાદવ નાઓ આવી અપશબ્દો બોલી તમે ખોટા ખોટા મારા છોકરા શૈલેષ ને બદનામ કરો છો. તેમ કહી ઉશ્કેરાઈ ગયા હતા. દરમિયાન દિનેશે મેલાભાઈ ને માથામાં ધારિયું મારી તથા નવદીપ ને માથામાં ધારિયું મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે સચિન લાકડી વડે મંજુલાબેન મેલાભાઈ ને લાકડીઓથી મારમારી તથા અન્યોને લાકડીઓથી મારમારી ગડદાપાટુનો માર માર્યો હતો.
જેમાં મેલાભાઈ તથા નવદીપ ને માથામાં ધારિયું મારતા ગંભીર રીતે ગવાયેલા પિતા પુત્ર લોહી લુહાણ થઈ ગયા હતા. તેઓને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મેલાભાઈ ને મૃત જાહેર કર્યા હતા. જ્યારે નવદીપ ને પ્રાથમિક સારવાર બાદ અમદાવાદ વધુ સારવાર અર્થે રિફર કર્યો હતો. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસે મંજુલાબેન વાઘેલાની ફરિયાદના આધારે દિનેશ જાદવ, અરવિંદ જાદવ, છબાભાઈ જાદવ, સચિન જાદવ, ભાવેશ જાદવ, કૈલાશબેન જાદવ તથા શાંતાબેન જાદવ વિરુદ્ધ હત્યાનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags: BSF jawan killedChakalasinadiyad
Previous Post

પ્રાણીઓ કરતાં પણ ખરાબ વર્તન કરે છે તાલિબાનો: અફઘાન મહિલાઓ

Next Post

ઠંડીમાં ઉત્તર ભારત ઠુંઠવાયું: દિલ્હીમાં યલો ઍલર્ટ જાહેર

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ઠંડીમાં ઉત્તર ભારત ઠુંઠવાયું: દિલ્હીમાં યલો ઍલર્ટ જાહેર

ઠંડીમાં ઉત્તર ભારત ઠુંઠવાયું: દિલ્હીમાં યલો ઍલર્ટ જાહેર

ચીન-પાકિસ્તાન સાથે મળીને કરી રહ્યાં છે તૈયારી, યુદ્ધ થયું તો દેશને મોટું નુકશાન- રાહુલ ગાંધી

ચીન-પાકિસ્તાન સાથે મળીને કરી રહ્યાં છે તૈયારી, યુદ્ધ થયું તો દેશને મોટું નુકશાન- રાહુલ ગાંધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.