ગુજરાતમાં કોરોના વકરે નહિ તે તંત્ર સજજ થઈ ગયુ છે. જેને લઈને હવે સ્ટેચ્યુ ઓફ યુનીટીમાં ખાતે પણ ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં હવે એટલે કે ૨૭ ડિસેમ્બરથી આવનારા તમામ પ્રવાસીઓ માસ્ક ફરજીયાતની ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનીટીના પીઆરઓ રાહુલ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતુ કે કોરોનાની પરિસ્થિતિને જોતા એસઓયુ દ્વારા લોકોના હિત માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. આજે ક્રિસમસના તહેવારને લઈ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રજાની મોજ માણી રહ્યાં છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 50 હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા છે ત્યારે જિલ્લામાં આવેલી તમામ હોટલો અને ટેન્ટ સિટી સહીતનું બુકીંગ ફૂલ થવાને કારણે પોલીસ અને તંત્ર પણ એલર્ટ થયુ છે. વધુ પ્રવાસીઓ આવતા SOU સત્તામંડળ દ્વારા રાજપીપલા ST ડેપોની 30 બસો પણ મુકવામાં આવી છે.