કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વહેલી સવારે પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુથી લઇને અટલ બિહારી વાજપેયી સુધીના નેતાઓને શ્રદ્ધાંજલી આપી હતી. કોગ્રેસ દ્વારા કન્યા કુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા શરુ કરવામાં આવી છે જેમા કેરલથી શરુ થયેલી ભારત જોડો યાત્રા દિલ્હી ખાતે આવી પહોચી હતી. દિલ્હીમાં એક સપ્તાહના વિરામ બાદ 3 જાન્યઆરીથી આ યાત્રા ફરી શરુ કરવામાં આવશે.
કોગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સવારે રાહુલ ગાધીએ પોતાના પિત પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી અને દાદી પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દીરા ગાધીને શક્તિસ્થલ પર જઇને પુષ્પાંજલી અર્પણ કરીને ત્યાર બાદ તેના પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને શાતિ વન ખાતે પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ સિવાય રાહુલ ગાંધી મહાત્મા ગાધી અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની સમાધી સ્થળે જઇેન પુષ્પાંજલી અપર્ણ કર્યા હતા. કોગ્રેસ દ્વારા કાઢવામાં આવેલી ભારત જોડો યાત્રા દિલ્હી ખાતે આવી પહોચી હતી. જ્યા મોટી સંખ્યામાં લોકો ભારત જોડો યાત્રામાં જોડાયા હતા. દિલ્હી આ યાત્રાને બ્રેક આપ્યા બાદ 3 જાન્યુઆરી ફરી શરુ કરવામાં આવશે અને જમ્મુ કાશ્મીર સુધી જશે. જ્યાં કોગ્રેસ દ્વાર ત્રીરંગો રહેલવામાં આવશે.