વીડિયોકોન લોન કૌભાંડના પૂર્વ MD વેણુગોપાલ ધૂતની CBIએ ધરપકડ કરી છે. તપાસ એજન્સીએ આ કાર્યવાહી વીડિયોકોન ગ્રુપને ICICI બેંકે નિયમો વિરુદ્ધ લોન આપવાના મામલે કરી છે. આ પહેલા શુક્રવારે સાંજે ICICI બેંકના પૂર્વ MD અને CEO ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની પણ ધરપકડ કરવામાં આવી હતી.
આ પહેલા મુંબઈની સ્પેશિયલ કોર્ટે શનિવારે ICICI બેન્કના પુર્વ CEO ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને 3 દિવસ (24 થી 26 ડિસેમ્બર) સુધી CBIની કસ્ટડીમાં ધકેલ્યા હતા. CBIએ ચંદા અને દીપક કોચરની એક દિવસ પહેલા શુક્રવારે ધરપકડ કરી હતી. વીડિયોકોન ગ્રુપને નિયમો વિરુદ્ધ કરોડો રુપિયાની લોન આપવાના મામલે તેમની ધરપકડ કરવામાં આવી હતી.