સૌરાષ્ટÙના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નર્મદાના નીર થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટÙના જળાશયો ભરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.સૌની યોજના દ્વારા ભાવનગર જિલ્લામાં નાના મોટા ૭૭ જળાશયો નર્મદાના નીરથી છલકાશે. જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને પાકની સિંચાઇ માટે પૂરતુ પાણી મળી રહેશે.
સરકાર દ્વારા સૌની યોજના દ્વારા નર્મદા નદીમાં આવતાં પૂરના વધારાના પાણીને સૌરાષ્ટÙના વારંવાર પાણીની જરૂરીયાતવાળા જિલ્લાઓના ૧૧૫ જળાશયો ભરીને ૯૭૦ કરતાં વધુ ગામોના વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ બનાવવા અને પીવાના પાણીના પ્રશ્નનું નિરાકરણ લાવવાનું આયોજન કર્યું છે. જેમાં ભાવનગરના ગારિયાધાર, જેસર, મહુવા,પાલીતાણા, ઉમરાળા અને ભાવનગર મળી છ તાલુકાના ૫૬ ચેકડેમ,૧૬ તળાવ, ૫ ડેમમાં આવતા અઠવાડિયાથી નર્મદાનું પાણી છોડવામાં આવશે. ભાવનગર સિંચાઈ યોજનાના કાર્યપાલક ઇજનેર દિવ્યેશ ગજેરાએ એક વાતચીતમાં જણાવ્યું કે, હાલ પંપિંગ સ્ટેશનનું ચેકિંગ, વીજ જાડાણ તેમજ ઓઇલ ગ્રીસિંગ વગેરે કામગીરી ચાલી રહી છે. પાઇપલાઇન મારફત જળાશયોમાં પાણી છોડવામાં આવશે, હાલમાં ૯૦ દિવસ સુધી ચાલે તેટલું પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે સૌની યોજનામાં સમાવિષ્ટ તમામ નાના-મોટા ચેક ડેમ જળાશયોને છલક સપાટી સુધી ભરવામાં આવનાર છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સમક્ષ પરામર્શ કરીને સૌરાષ્ટÙના જળાશયો માટે પાણીની જરૂરીયાત સંદર્ભે માંગણી કરી હતી. જેને ધ્યાને લઇ, હકારાત્મક પ્રતિસાદ આપતાં સૌરાષ્ટÙના ખેડૂતોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રીએ આ મહત્વનો નિર્ણય કર્યો છે. જેનાથી સૌરાષ્ટÙના લાભાÂન્વત જીલ્લાના ખેડૂતોની રવિ પાકની સિંચાઈ ક્ષમતામાં ખૂબ જ મોટો વધારો થશે.