શહેરના ટોપ થ્રી નજીક રખડતા ઢોરની હડફેટે યુવાનના મોત બાદ છેલ્લા કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. રવિવારે વહેલી સવારે મ્યુ. કમિશનર ઉપાધ્યાય પણ ફિલ્ડમામાં ઉતરતા તંત્રવાહકો અસરકારક કામગીરી માટે દોડતા થયા હતા અને બે વાહન ભરી રજકો જપ્ત કર્યો હતો. તો બીજા મુદ્દો શહેરમાં સફાઇની નબળી કામગીરીનો છે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં નબળા અધિકારી અને કુનેહના અભાવે ખુદ કમિશનર દોડતા થયા છે. કમિશનરે આજે સતત બીજા દિવસે રાઉન્ડ લઇ સફાઇની કામગીરી અસરકારક બનાવવા સુચનાઓ આપી હતી આ સાથે ફ્લાઇઓવર બ્રીજની ચાલતી કામગીરીની પણ મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું.
ભાવનગર મહાનગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં ફાઇવ સ્ટાર રેટીંગમાં એપ્લાઇ થયું છે. પરંતુ હજુ સફાઈ બાબતે તંત્ર ગંભીરતા લેતું નથી. સાથોસાથ જાહેર માર્ગો પર વેચાતા રજકાને કારણે વધુ ગંદકી ફેલાઈ રહી છે. જે સંદર્ભે બે દિવસ પહેલા કમિશનર દ્વારા જાહેરનામું પણ બહાર પડાયુ હતું જેને જમીની હકિકત બનાવવા રવિવારે વહેલી સવારે ખુદ કમિશનર એન.વી.ઉપાધ્યાય અને ટીમએ શહેરના જુદા જુદા સ્થળે ચેકિંગ કર્યું હતું. રજાના દિવસે કમિશનર ઉપાધ્યાયે શહેરના ૫૬ પોઇન્ટ પર રૂબરૂ ચેકિંગ કર્યું હતું અને ૫૦૦૦ થી વધુ પુળાને કબ્જે કર્યા હતા અને દંડ પણ ફટકાર્યા હતો. ચેકિંગ દરમિયાન તિલકનગર પાસેથી ટેમ્પો અને ગુરૂદ્વારા પાસેથી ટ્રેક્ટર ભરીને રજકાનું વેચાણ કરતા ઝડપી રજકો જપ્ત કર્યો હતો. તેમજ ચાર થી પાંચ વોર્ડમાં પણ સફાઈ બાબતનું ચેકિંગ કરી સંબંધિત અધિકારીને ખખડાવ્યા હતાં. જ્યારે આજે પણ મ્યુ. કમિશનરે બોરતળાવ વોર્ડ, કાળિયાબીડ અને ઉત્તર સરદારનગર વોર્ડમાં રાઉન્ડ લઇ સફાઇની કામગીરી નિહાળી હતી. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કાર્યપ્રણાલી સામે પ્રશ્નો ઉઠ્યા છે ત્યારે સંભવ છે કે, તેમાં ફેરફાર આવશે. કમિશનરે ફ્લાઇઓવર બ્રીજની કામગીરી પણ નિહાળી તેમાં ગતિ લાવવા સિટી એÂન્જનીયરને સાથે રાખીને સુચના આપી હતી.
જિલ્લા પંચાયત સામેના બિલ્ડીંગના વિવાદ મામલે કમિશનરનું જાત નિરીક્ષણ
ભાવનગરમાં જિલ્લા પંચાયત સામે આવેલ ટીસી ટાવર કોમ્પ્લેક્ષ દબાણોના મામલે બહુ વગોવાયેલું અને વિવાદીત બન્યું છે. ત્રણ દિવસ પૂર્વે કોર્પોરેશનની ટીમ ચોક્કસ વ્યÂક્તની ફરિયાદને કારણે દબાણ હટાવવા પહોંચી અને ત્યારબાદ જે ઘટનાક્રમ બન્યો તે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે અને ભાવનગરના બુદ્ધિજીવી વર્ગમાં પણ ચર્ચાને પાત્ર બન્યો છે. આ વિવાદમાં બંને પક્ષ કાચના ઘરમાં રહેતા હોવાનું પણ ચર્ચામાં છે તેમ છતાં સામ સામે વટે ચડ્યા હોય તેમ ફરિયાદોનો દોર ચાલ્યો છે ત્યારે હવે મ્યુ. તંત્ર પણ ઘડો લાડવો કરવાના મુડમાં હોય તેમ જણાય છે. રવિવારે રજાના દિવસે મ્યુ. કમિશનરે આ કોમ્પ્લેક્ષની જાત મુલાકાત કરી હતી. સંભવ છે કે, નજીકના સમયમાં તંત્ર નિયમ અનુસાર કાર્યવાહી કરી અસલ મુડ દેખાડશે !