ચીનમાં કોરોના સંક્રમણ બમણી ગતિએ આગળ વધી રહ્યું છે. તેવામાં હૃદયને હચમચાવી નાખે તેવો વીડિયો સામે આવ્યો છે, આ વીડિયો ચીનના એક સ્મશાન ગૃહનો હોવાનું જણાવવામાં આવ્યું છે. તે ચીનના રોગચાળાના નિષ્ણાત એરિક ફીસેલ-ડિંગ દ્વારા શેર કરવામાં આવ્યું છે. જે કોરોનાની દયનિય સ્થિતિ દર્શાવી રહ્યો છે. ચીનના તમામ દાવાઓ વચ્ચે મોતનો ગોઝારો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. બીજીબાજુ હોસ્પિટલોમા પણ લાંબી કતારો છે તો આ મામલે પ્રથમ વખત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નિવેદન આપી આરોગ્ય સેવાઓ સુધારવાની વાત કરી છે.
એરિકએ શેર કરેલ વીડિયોમાં મૃતકના સ્વજનોનો સ્મશાનની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે. જેમાં લોકો મૃતદેહને અગ્નિદાહ આપવા લાઈનમાં રાહ જોઈ રહ્યા છે. જેમાં પ્રિયજનોના મૃતદેહો સાથે કલાકો સુધી ઉભા રહેવાનું દુઃખ આ લોકોના મોઢા પર જોવા મળી રહ્યું છે. બીજી બાજુ ત્યાંના સ્થાનિક પત્રકારોએ છેલ્લા બે દિવસમાં હેબેઈ પ્રાંતના બાઓડિંગ અને લેંગફાંગના નગરો અને નાના નગરોમાં પાંચ હોસ્પિટલો અને બે સ્મશાનગૃહોની મુલાકાત લીધી હતી. સરકાર દ્વારા કોવિડ-19 સંબંધિત નિયંત્રણો હળવા કર્યા બાદ કોરોનાએ ડરામણું રૂપ ધારણ કરી લીધું છું. વડીલો ની હાલત દયનિય છે. યાઓ રુઆન ચીનની રાજધાની બેઇજિંગથી લગભગ 70 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં ઔદ્યોગિક હેબેઈ પ્રાંતની કાઉન્ટી હોસ્પિટલમાં સ્થિતિ ખરાબ છે.
ચીનમાં પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરે કોરોના મહામારીનું મોજું જોવા મળી રહ્યું છે. નાના શહેરો અને દક્ષિણ પશ્ચિમ બેઇજિંગની હોસ્પિટલોના ઇમરજન્સી વિભાગો દર્દીઓથી ભરેલી છે. જેને પગલે લોકોને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવાની નોબત આવી છે. હોસ્પિટલમાં ખાલી બેડ માટે દર્દીઓના સબંધીતો દર દર ભટકી રહ્યા છે. બેડની અછતને લઈને લોકોને ખુલ્લા મેદાનમાં સારવાર અપાઈ રહી છે.