ગુજરાત સાહિત્ય અકાદમી અને શબ્દશ્રી આયોજિત તા.૩૧ને શનિવાર સાંજે ૬ કલાકે અમદાવાદ મેડિકલ એસોશિએશન હોલમાં સુખ્યાત શાયર હરદ્વાર ગોસ્વામીના નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત નિબંધ સંગ્રહ ‘તર…બ…તર’નું વિમોચન થશે. વિદાય લઇ રહેલા વર્ષની અને આવનાર નવા હર્ષની વાત વિખ્યાત વક્તા ભાગ્યેશ જહા, કૃષ્ણકાંત ઉનડકટ, જયેન્દ્રસિંહ જાદવ, રામ મોરી અને હરદ્વાર ગોસ્વામી કરશે. રક્ષા શુક્લ તરન્નુમને પ્રશાંત બારોટ અંદાઝે બયાં પ્રસ્તુત કરશે. ડૉ. અશ્વિન આણદાણી સંચાલન કરશે