ભાવનગરના સીદસર ગામ પાસેના બાયપાસ રોડ ઉપર ટ્રકે અડફેટે લેતા ક્ષત્રિય યુવાનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ઘોઘા તાલુકાના તણસા ગામમાં રહેતા ટ્રક ચાલક ક્ષત્રિય યુવાન પરાક્રમસિંહ ડેમભા ગોહિલ ( ઉં.વ. ૩૫ ) ગઇકલે સવારે તેમનો ટ્રક નારી ચોકડી ખાતે મૂકીને અન્ય ટ્રકમાં ઘરે આવી રહ્યા હતા ત્યારે,સીદસર બાયપાસ રોડ પર આવેલ ચામુંડા હોટલમાં ચા નાસ્તો કરવા રોકાયા હતા. ચા નાસ્તો કર્યા બાદ તેઓ રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન અજાણ્યા ટ્રકે પરાક્રમસિંહને અડફેટે લેતા તેમને ગંભીર હાલતે સારવાર અર્થે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના ભાઈ ભદ્રસિંહ ગોહિલે વરતેજ પોલીસ મથકમાં અજાણ્યા ટ્રક ચાલજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.