Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

AIIMS બાદ હવે ભારતીય રેલવેની વેબસાઇટ પર સાયબર એટેક!

3 કરોડ યુઝર્સનો ડેટા લીક: ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, સરનામું, ઉંમર સહિતની અંગત માહિતીનો સમાવેશ

aaspassdaily by aaspassdaily
2022-12-28 13:06:44
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ પર ડેટા ચોરીના પ્રયાસ બાદ ભારતીય રેલ્વેમાં સંભવિત ડેટા ચોરીના અહેવાલો સામે આવી રહ્યા છે. જોકે રેલ્વે કે કોઈ સરકારી અધિકારી દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પ્રાપ્ત અહેવાલો અનુસાર, હેકર્સે રેલવે ટિકિટ બુક કરાવનારા 3 કરોડ લોકોનો ડેટા ચોરી લીધો છે. તેમાં ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, સરનામું, ઉંમર અને લિંગ સહિતની અંગત માહિતીનો સમાવેશ થાય છે.
એક રાષ્ટ્રીય અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ હેકર ફોરમે 27 ડિસેમ્બરે આ ઘટનાને અંજામ આપ્યો હતો. હેકર ફોરમની વાસ્તવિક ઓળખ જાહેર કરવામાં આવી નથી પરંતુ તે ‘શેડો હેકર’ તરીકે ઓળખાય છે. આરોપ છે કે. આ હેકર ફોરમ 3 કરોડ મુસાફરોનો આ ડેટા ડાર્ક વેબ પર વેચી રહી છે. હેકર જૂથે કહ્યું કે, તેની પાસે ભારતીય રેલ્વેમાં ટિકિટ બુક કરાવનારા ત્રણ કરોડ લોકોના ઈમેલ અને મોબાઈલ નંબર સહિતની અંગત માહિતી છે. હેકર જૂથે એવો પણ દાવો કર્યો હતો કે, તેણે અનેક સરકારી વિભાગોના અધિકૃત ઈમેલ એકાઉન્ટની ચોરી કરી છે.
મહત્વનું છે કે, અગાઉ ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે, AIIMS દિલ્હીના સર્વર પર રેન્સમવેર એટેક એક કાવતરું હતું અને મહત્વપૂર્ણ દળો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. રેન્સમવેર હુમલામાં સાયબર ગુનેગારો ડેટા અથવા ઉપકરણની ઍક્સેસને લોક કરે છે અને ઇચ્છિત ખંડણી ચૂકવ્યા પછી તેને અનલૉક કરવાનું વચન આપે છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય, દિલ્હી સાયબર ક્રાઈમ સ્પેશિયલ સેલ, ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર, ઈન્ટેલિજન્સ બ્યુરો, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, નેશનલ ક્રિટિકલ ઈન્ફોર્મેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શન સેન્ટર અને ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ વગેરે રાષ્ટ્રીય તપાસ એજન્સી આ સાયબર હુમલાની તપાસ કરી રહી છે.

Tags: cyber attackindiarailway website
Previous Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત બગડી,

Next Post

પોલીસ વિભાગની નવી ભરતીના નિયમોમાં ફેરફાર કરવા પર વિચારણા

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
પોલીસ વિભાગની નવી ભરતીના નિયમોમાં ફેરફાર કરવા પર વિચારણા

પોલીસ વિભાગની નવી ભરતીના નિયમોમાં ફેરફાર કરવા પર વિચારણા

વકીલ મંડળોની બેઠક બાદ પણ કોકડું યથાવત : એસ.પી.-એ.એસ.પી. મિટીંગમાં ન આવ્યા

વકીલ મંડળોની બેઠક બાદ પણ કોકડું યથાવત : એસ.પી.-એ.એસ.પી. મિટીંગમાં ન આવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.