પીઢ પત્રકાર અનંત વ્યાસના પૌત્ર અને જાણીતા એન્કર ચિંતન વ્યાસનો પૂત્ર બિલ્વમ વ્યાસ નાની ઉમરે જ પોતાની મિમિક્રિની કલા દ્વારા લોકોના હૃદયમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કરી રહ્યો છે. બે વર્ષ પહેલા ‘વાર્તા રે વાર્તા…’ આલ્બમમાં અભિનય કરી લોકચાહના પ્રાપ્ત કરી હતી. પાંચ વર્ષની ઉમરથી જ કોઈપણ કેરેકટરની આબેહુબ મિમિક્રિ કરવી એ બિલ્વમની ખાસીયત રહી છે. ખાસ કરીને પ્રધાનમંત્રી મોદી અને ગુજરાતી લોકમંચના જાણીતા કલાકાર સિધ્ધાર્થ રાંદેરિયાના નાટકના ૩ થી ૪ પાત્રોના એક જ સમયે ડાયલોગ અને મિમિક્રિથી લોકોને ખડખડાટ હસાવે છે. તાજેતરમાં ક્રિસમસ નિમિત્તે યોજાયેલ એક કાર્યક્રમમાં વિઠ્ઠલ તીડી, રઘુ ઝ્રદ્ગય્ અને સૈયર મોરી રે જેવી ફિલ્મોમાં પોતાના અભિનય દ્વારા લોકચાહના મેળવેલ ભાવેણાના જ કલાકાર અને તાજેતરમાં જ પોતાની કાસ્ટીંગ કંપની શરૂ કરનાર જગજીતસિંહ વાઢેર મુખ્ય મહેમાન તરીકે ઉપÂસ્થત રહ્યા હતા અને બિલ્વમની કલાને બીરદાવી ભવિષ્યમાં બિલ્વમ ગુજરાતી પડદે પદાર્પણ કરે તો નવાઈ નહીં તેવા શબ્દો ઉપÂસ્થત શ્રોતાઓ વચ્ચે ઉચ્ચાર્યા હતા અને બિલ્વમને એક તક મળે તેવા પ્રયાસ યોકકસ કરશે તેમ જણાવ્યું હતું. તેના આ વકતવ્યને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવ્યું હતું. સાથોસાથ બિલ્વમ જાણીતી સેવાભાવી સંસ્થા રોબિનહુડ આર્મીમાં નિયમીત સેવાકીય કાર્યો કરતો રહે છે. બિલ્વમ હાલ વિદ્યાધિશ વિદ્યા સંકુલમાં ધોરણ ૬ માં અભ્યાસ કરી રહ્યો છે. સાથે સાથે જુદા-જુદા કાર્યક્રમોમાં પોતાની કલા દ્વારા લાકોનું મનોરંજન કરી વાહ-વાહ પ્રાપ્ત કરી રહ્યો છે.