વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત થતાં તેઓને છેલ્લાં એક-બે દિવસથી અમદાવાદની U.N મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેઓની સતત સારવાર ચાલી રહી હતી. તેમની તબિયત નાદુરસ્ત થતાં માતાને મળવા માટે ખુદ PM મોદી પણ હોસ્પિટલ આવી પહોંચ્યાં હતાં. તદુપરાંત હોસ્પિટલે મેડિકલ બુલેટિન પણ ગઇકાલે જાહેર કર્યું હતું. જેમાં તેઓની તબિયત સુધારા પર આવી ગઇ હતી. પરંતુ આજે સવારમાં તેઓનું દુ:ખદ નિધન થયું જેની ખુદ PM મોદીએ ટ્વિટ કરીને જાણકારી આપી છે.