ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના જનસંપર્ક અધિકારી તરીકે હિતેશભાઇ પંડ્યા લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા છે. હાલમાં તેમની કરાર આધારિત આ અવધી પૂર્ણ થતા તેમની આ અવધીને લંબાવી મુખ્યમંત્રીના હોદ્દાની મુદત સુધી અથવા તો તેઓ ઇચ્છે ત્યાં સુધી આ કાર્યભાર સંભાળી શકે તે રીતે પુનઃ નિયુક્તિ આપવામાં આવી છે.
હિતેશભાઇ પંડ્યા અધિક જનસંપર્ક અધિકારી તરીકે મુખ્યમંત્રી કાર્યાલયમાં ૨૦૦૧થી કાર્યરત છે અને તેમની આ છઠ્ઠી વખત નિમણૂંક કરવામાં આવી છે. તેઓ કેશુભાઇ પટેલ, નરેન્દ્રભાઇ મોદી, આનંદીબેન પટેલ, વિજયભાઇ રૂપાણીના પણ જનસંપર્ક અધિકારી રહી ચુક્યા છે. હિતેશભાઇ ઇન્ડિયન લાયન્સના ચિફ પેટર્ન તરીકે પણ સેવા આપી રહ્યા છે. અનેકવિધ સામાજિક સંસ્થાઓ અને સેવાના કાર્યો સાથે જાેડાયેલા હિતેશભાઇ પંડ્યાએ પોતાની પુનઃ નિયુક્તિ માટે ગુજરાત સરકાર અને મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.