વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગાંધીનગરમાં માતા હીરાબેનના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કર્યા બાદ પીએમ મોદી હવે સીધા રાજભવન પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા પહેલાથી નક્કી એક કાર્યક્રમમાં ભાગ લીધો છે.
માતાના નિધનના આ દુઃખદ પળોમાં પણ PM મોદી તેમના કર્તવ્યોથી પાછળ નથી હટ્યા. થોડીક મિનિટ પહેલા જ PMO ઈન્ડિયાના ટ્વિટર એકાઉન્ટ પરથી જાણકારી આપવામાં આવી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં આજના નિર્ધારિત કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાશે. આ કાર્યક્રમોમાં કનેક્ટિવિટી સંબંધિત ચાવીરૂપ પ્રોજેક્ટ્સ અને રાષ્ટ્રીય ગંગા કાઉન્સિલની બેઠકનો સમાવેશ થાય છે.’ તમને જણાવી દઈએ કે 30મી ડિસેમ્બરના એટલે કે આજે પશ્ચિમ બંગાળમાં રાજ્યના વિકાસના માર્ગ માટે PM મોદી રૂ. 7800 કરોડના ખર્ચે કરાયેલ વિકાસના કામોનું ઉદ્ઘાટન અને તેનો શિલાન્યાસ કરશે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કર્યું, ‘માતા હીરાબેન મોદીના નિધન પર પીએમ નરેન્દ્ર મોદી પ્રત્યે સંવેદના. તેમની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના. તેમને અને તેમના પરિવારના સભ્યોને આ દુઃખની ઘડીમાં શક્તિ મળે.