ભાવનગરના શિવજીસર્કલ પાસે આવેલ રહેણાંકી મકાનમાં ઘોઘારોડ પોલીસે દરોડો પાડી ઈંગ્લીશ દારૂની ૭૨ બોટલ કબજે કરી શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
ભાવનગરના શિવજીસર્કલ, પેટ્રોલ પમ્પ પાસેના ખાંચામાં રહેતો વિક્રમ ઉર્ફે વિકી હરજીભાઈ જાંબુચા તેના રહેણાંકી મકાનમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે ઘોઘારોડ પોલીસે મકાનમાં દરોડો પાડી ઘરના કબાટમાં રાખેલ ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની ૭૨ બોટલ કિં. રૂ.૨૫,૨૦૦ કબજે કરી હતી. ઘોઘારોડ પોલીસે વિક્રમ જાંબુચા વિરુદ્ધ પ્રોહીબિશનની કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.