વડાપ્રધાન મોદીનાં માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન થઈ ગયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. નરેન્દ્ર મોદી રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા હતા. અહીં તેમણે તેમનાં અંતિમદર્શન કર્યા અને ત્યાર પછી તેમને અંતિમસંસ્કાર માટે લઈ જવાયાં હતાં. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમવિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો. મોદી પરિવારે હીરાબાના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરવા કહ્યું હતું.
નિર્ધારીત કાર્યક્રમોમા હાજરી આપ્યા બાદ વડાપ્રધાન મોદી રાજભવનથી નીકળી રાયસણ પહોંચ્યા હતાં. ત્યારબાદ તેઓ પરિજનોને મળીને ત્યાંથી એરપોર્ટ જવા રવાના થયા હતા. ત્યાંથી તેઓ દિલ્હી પરત ફર્યા છે.